માઇગ્રેન નો દુઃખાવો સામાન્ય માથાના દુખાવાથી એકદમ અલગ છે. જે વ્યક્તિ આ સમસ્યાથી પીડિત હોય છે તે વ્યક્તિ જ આ દુખાવાનો અનુભવ કરી શકે છે. ઘોંઘાટ, ઉલ્ટી, પ્રકાશ અને અનિચ્છનીય અવાજને લીધે આ સમસ્યામાં વધારો થઈ શકે છે.
આ સાથે જ્યારે માઇગ્રેન ની સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિનો આખો દિવસ બરબાદ થઈ જાય છે. જ્યારે તમે માઇગ્રેન ની સમસ્યા શરુ થાય છે ત્યારે તમે પલંગ પર સૂતા સૂતા તેને મટાડવાની કોશિશ કરતા હોવ છો પણ સમસ્યા ઓછી થવાને બદલે વધતી જ રહે છે.
એવી ઘણી ચીજ વસ્તુઓ છે, જેમ કે તણાવ, ચિંતા, શોક, આખી રાત ઊંઘ ના આવવી, વિચારોમાં ફસાઈ જવું, ટેન્શન જેવા ઘણા કારણો છે જેનાથી માઇગ્રેન ની સમસ્યા જન્મ લે છે.
આવી સ્થિતિમાં આપણે મેડિકલ શોપમાં જઈને દવાઓ ખરીદતા હોઈએ છીએ અથવા કેટલાક ઘરેલું ઉપાય અપનાવીએ છીએ, જેનાથી ઘણી વખત આરામ મળે છે તો ઘણી વખત દુઃખાવો માં કોઈ જ ફરક પડતો નથી.
હાલમાં કરવામાં આવેલ એક અધ્યનમાં સાબિત થયું કે છે માઇગ્રેનની સમસ્યા શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે થઇ શકે છે.
અઘ્યનમાં એ વાતનો ખુલાસો થયો છે કે શરીરમાં રીબોફલેવિન અને કોએંજાઈમ અથવા વિટામિન ડીની ઉણપ ને કારણે માઇગ્રેન ની સમસ્યા વધી શકે છે. તેથી શરીરમાં પૂરતા પોષક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે.
આવી સ્થિતિમાં જો તમે પણ માઇગ્રેન ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે માઇગ્રેન ની સમસ્યા દૂર કરીને તમને રાહત આપી શકે છે.
સામાન્ય રીતે મેડિકલ શોપ માંથી ખરીદેલી દવાઓ એકદમ કારગર હોય છે પણ જો તમે ઘરે રહી ને જ આ દુખાવાની સમસ્યાથી આરામ મેળવવા માંગો છો તો તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
આદુ :- આદુમાંથી બનાવેલી ચા અથવા તેમાંથી બનેલી કોઈપણ વસ્તુ તમારા માઇગ્રેન ના દુખાવાથી આરામ આપી શકે છે. વળી આદુ ની કોઈ આડઅસર પણ નથી. તેનો ઉપયોગ કરવાથી માઇગ્રેન સાથે સાથે સામાન્ય માથાનો દુઃખાવો પણ દૂર થઈ જાય છે.
યોગ :- જો તમે માઇગ્રેન ની સમસ્યાથી પીડિત છો તો તમે ધ્યાન અને સ્ટ્રેચિંગ કરવાની કોશિશ કરો. જોકે એ વાતનું ધ્યાન રાખો લે તણાવનું સ્તર માઇગ્રેન ની સમસ્યા વધારવા માટે કામ કરે છે.
મસાજ :- સામાન્ય રીતે દરેક પ્રકારના દુખાવાથી રાહત મેળવવા માટે મસાજ કારગર સાબિત થાય છે, તેવી જ રીતે જો તમે માઇગ્રેન ના દુખાવાથી કંટાળી ગયા છો તો તમારે ગરદન અને ખભાની માલિશ કરવી જોઈએ, તેનાથી ટેન્શન ઓછું થઈ જશે, જેનાથી માઇગ્રેન ની સમસ્યા પણ દૂર થશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.