પોતાના કામને સમય પર પુરા કેવા સારી વાત છે પણ ઘણી વખત મનમાં વિચાર આવે છે કે પોતાના કામને સમય કરતા પહેલા પૂરા કરી લેવા જોઈએ અને આ વિચાર તમને ઉતાવળ કરવા માટે મજબૂર કરી શકે છે.
જ્યારે તમે ઉતાવળમાં કોઈ કામ કરો છો તો તેનાથી કોઈકના કોઈક ભૂલ અવશ્ય રહી જાય છે. આ કામ પર્સનલ હોય કે પછી પ્રોફેશનલ કામમાં ઉતાવળ કરવામાં આવે તો ભૂલ રહી જ જાય છે. આ સાથે ઉતાવળમાં કામ કરતી વખતે કેટલાક સંકેત દેખાય છે, જેને સમજવા ખૂબ જ જરૂરી છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ઉતાવળમાં કરવામાં આવતા કામ દરમિયાન કયા સંકેત દેખાય છે અને તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય છે, તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તણાવ નો અનુભવ થવો :- જે લોકો પોતાના કામ ઉતાવળમાં કરે છે તેઓએ એ વાતનો ખ્યાલ રહેતો નથી કે કયા કામ ઝડપી કરવા જોઇએ અને કયા કામ આરામથી કરી શકાય છે. જો તમને કોઈ કામ કરવાની ચોક્કસ સીમા આપી છે અને તમે આ સીમા પહેલા કામ પૂર્ણ પણ કરી લો છો
પંરતુ પાછળથી તમને તણાવનો સામનો કરવો પડી શકે છે અથવા સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં હંમેશા કોઈ ચોક્કસ સમય રેખા નક્કી કરીને ધીમે ધીમે કામ કરવાનો પ્રયાસ કરો.
ચીડિયાપણું આવી જવું :- જે વ્યક્તિ દરરોજ ઉતાવળમાં કામ કરે છે, તે વ્યક્તિને કોઈ દિવસ કામ કરવામાં મોડું થઈ જાય છે તો તે ચીડિયાપણું અનુભવી શકે છે. તે એ વાતનો સ્વીકાર નથી કરી શકતો કે તેનું કામ મોડું કરવી રીતે થઈ શકે છે અને
તણાવને લીધે તે કામ પૂર્ણ પણ કરી શકતો નથી. આવી સ્થિતિમાં આ સમસ્યાને દૂર કરવા માટે શક્ય ધીરજ સાથે કામ કરો અને કામ સમય પર પૂર્ણ ના થાય તો પણ ચિંતા કરશો નહીં. તમે પ્લાનિંગ સાથે પણ કામ કરીને તેને પૂર્ણ કરી શકો છો.
3. લોકોની વાતોને અધવચ્ચે કાપવી :- જે લોકો ઉતાવળિયા સ્વભાવ વાળા હોય છે તેઓ કામની સાથે સાથે દરેક વાતમાં ઉતાવળ કરતા નજરે પડે છે. જો તેમની આજુબાજુ કોઈ લોકો ઊભા છે તો તે તેમની વાતો સાંભળ્યા વિના પોતાની વાત કહેવા લાગે છે.
આવામાં તે બીજા લોકોની વાત કાપવાનું શરુ કરે છે. આવામાં તેઓએ પ્રેક્ટિસ કરવી જોઈએ કે બીજાની વાત પૂરી થાય પછી જ પોતાની વાત તેમની સામે રાખવી જોઈએ.
જલદીથી બીજા કામમાં જોડાઈ જવું :- ઘણા લોકો એવા હોય છે કે જેઓ જલદી જલદી માં પોતાના કામ પૂર્ણ કરી લે છે અને પછી તેઓ સંતોષ મેળવી શકે છે પણ આ સંતોષ તેમને લાંબા સમય સુધી ખુશ રાખી શકતો નથી અને તેઓ જલદી જ બીજા કામમાં જોડાઈ જાય છે.
આવી સ્થિતિમાં તેઓ એક કામ માંથી બીજા કામમાં વ્યસ્ત રહે છે અને સંતોષની અનુભૂતિ કરી શકતા નથી. જેના લીધે તેઓ તણાવનો અનુભવ કરે છે. જો તમે પણ આવા લોકો માંથી એક છો તો તમારે કામની વચ્ચે થોડોક બ્રેક લઈ લેવો જોઈએ.
ઉતાવળમાં કામ કરવાથી થતા નુકસાન :-
1. જે કામ ઉતાવળમાં કરવામાં આવે છે તેમાં ભૂલો તો નીકળે જ છે પણ સાથે સાથે યોગ્ય કામ પણ થઇ શકતું નથી.
2. ઉતાવળને કારણે વ્યક્તિનું મન અસ્થિર બની જાય છે.
3. ઉતાવળને કારણે વ્યક્તિ તણાવ અને ચીડિયાપણું અનુભવે છે.
5. ઉતાવળને લીધે વ્યક્તિ યોગ્ય સમયે સાચો નિણર્ય લઈ શકતો નથી.
6. જે વ્યક્તિ ઉતાવળમાં રહે છે તે વ્યક્તિ સારો શ્રોતા બની શકતો નથી.
7. ઉતાવળને કારણે વ્યક્તિના સ્વાસ્થય ઉપર પણ ખરાબ અસર પડે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.