મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં કોરોના એ દેશ અને દુનિયામાં ખૂબ જ હાહાકાર મચાવ્યો છે. અને હાલના સમયમાં દરેક લોકો હોમિયોપેથી, એલોપેથી દવા થી લઈને અનેક ઘરગથ્થુ ઉપચાર અને ઔષધીય ઉપચાર તરફ પડ્યા છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને આ કોરોના ની બીમારીથી બચવા માટે કેટલાક આસાન ઉપાય લઇને આવ્યા છીએ જેના વિશે આપણે વાત કરીશું.
મિત્રો આ કોરોનાવાયરસ આર.એન.એ ટાઈપ ના વિષાણુ છે. મિત્રો તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી કોરોનાવાયરસ ને માનવ શરીર ન મળે ત્યાં સુધી તે સંક્રમિત થતા નથી. એટલા માટે કોરોના થી બચવા માટે તેના બધા જ ઉપાય આપણી પાસે જ છે. મિત્રો કામ વગર ઘરની બહાર ન નીકળવું આ ઉપાય કોરોના થી બચવા માટે એકદમ અકસીર અને સામાન્ય ઉપાય છે.
મિત્રો જો તમારે કોઈ અગત્યના કામ સર બહાર જવાનું થાય અથવા તો તમારે બહાર જવું પડે એવું હોય તો પહેલા જે તે જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થાય છે કે નહીં તેની પૂરતી તકેદારી રાખો. માટે અમુક એવી ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળો, શું તમે પણ કોરોના ના કહેર થી બચવા માંગો છો તો હંમેશા સોશિયલ ડિસ્ટન્સ ના નિયમ નું પાલન કરો.
મિત્રો જો આવી નાની નાની બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે તો આપણે કોરોના જેવી મહામારી માંથી બચી શકીએ છીએ. મિત્રો ત્યારબાદ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે ઘરેથી બહાર નીકળો છો ત્યારે હંમેશા માસ્ક પહેરવાનું રાખો. મિત્રો ખાસ ધ્યાન રાખવું કે એકવાર પહેલું માસ્ક જ્યારે તમે ગરમ પાણી અને ડિટર્જન્ટ વડે ન ધુઓ ત્યાં સુધી તેનું ફરીથી ઉપયોગ ન કરો.
મિત્રો હાલના સમયમાં બની શકે તો ડબલ લેયરનું માસ્ક પહેરવાનું રાખો. આ કારણોથી જ મિત્રો માસ્ક પહેરવું એ આપણા માટે ખૂબ જ અનિવાર્ય છે. તો મિત્રો કોરોના વાયરસ એક જગ્યા પર ઘણા સમય સુધી ટકી રહેતા હોય છે. એટલા માટે મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખો કે જે જગ્યા ઉપર વધારે માણસો નો સ્પર્શ થયો હોય તેવી જગ્યા પર સ્પર્શ કરવાનું ટાળો.
મિત્રો હાથની સફાઈ આ મહામારીમાં ખૂબ જ અનિવાર્ય સાબિત થાય છે એટલા માટે મિત્રો હાથની સાબુ અને પાણી વડે સ્વચ્છ રાખો. મિત્રો વિશ્વ સંગઠન અને વિશ્વના તજજ્ઞોના જણાવ્યા અનુસાર હેન્ડ સેનેટાઈઝર કોરોના મહામારીમાં ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમારે કોઇપણ કારણોસર ઘરની બહાર નીકળવાનું થાય,
ત્યારે હંમેશા તેને તમારી જોડે રાખો. અને હાલના સમયમાં બજારમાં કેટલી પ્રકારના હેન્ડ સેનિટાઈઝર મળે છે પરંતુ ખાસ એ બાબતનું ધ્યાન રાખો કે હેન્ડ સેનિટાઈઝર માં આલ્કોહોલની માત્રા 80 ટકાથી વધારે હોય તેવા જ હેન્ડ સેનિટાઈઝર વાપરો.
મિત્રો હાલના સમયમાં સંપૂર્ણ પૌષ્ટિક આહાર નું સેવન કરો અને વધારે માત્રામાં પાણી પીવાનું રાખો અને હાલના સમયમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવો ખોરાક નું સેવન કરો. અને સાથે સાથે વિટામિન સીથી ભરપૂર એવા આહારો નું પણ સેવન કરો. અને હાલના સમયમાં યોગ-પ્રાણાયામ અને કસરત પણ આ કોરોના જેવી બીમારીથી પણ બચાવી શકે છે.
મિત્રો જો તમને પહેલેથી જ કોઈપણ જાતની કોઈ બીમારી છે જેવી કે ડાયાબિટીસ, અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર તો નિયમિત રૂપથી ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તે દવાઓનું સેવન નિયમિત રૂપે કરો. અને ખાસ અને મહત્વની વાત કે મિત્રો અફવાઓ પર ખાસ ધ્યાન ન આપો અને સકારાત્મક વિચારોનો સંચાર કરો મિત્રો આ નાની નાની બાબતોનું જો તમે ખાસ ધ્યાન રાખશો આ ચાઈનીઝ મહામારી થી બચી શકો છો.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયો અને ઉપચારોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.