જો તમે ઉંદરથી પરેશાન હોવ તો કરજો આ ઉપાય. ખાલી 1 જ કલાકમાં ઉંદર થશે ગાયબ.

મિત્રો આપણે બધા લોકો ઉંદરથી ખૂબ જ પરેશાન રહીએ છીએ. મિત્રો જ્યારે પણ ઉંદરો આપણા ઘરમાં ઘૂસી જાય છે ત્યારે આપણને ખૂબ જ પરેશાન કરે છે. ચોપડીઓ, કપડા, ફર્નિચર, ખાવા-પીવાનો સામાન બીજી એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેને ઉંદર ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અને ઘરમાં આમથી તેમ દોરતા ઉંદરોને જોઈને આપણને ખૂબ જ ગુસ્સો પણ આવે છે અને આપણા ઘરમાં જ્યાં-ત્યાં ઉંદરોના મળ અને મૂત્ર ફેલાયેલા હોવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ આપણા ઘરમાં આવી શકે છે. મિત્રો ઉંદર ખાલી ઘરના સામાન ને નુકસાન નથી પહોંચાડતા પરંતુ ઘણી બધી બીમારી નો પણ આપણે સામનો કરવો પડી શકે છે.

મિત્રો આપણે જ્યારે રાત્રે સુતા હોઈએ છીએ ત્યારે ઉંદર આપણા ઘરમાં રહેલા સામાનને તહેસ મહેસ કરી નાખે છે. મિત્રો જ્યારે વીજળીનો તાર ઉંદર કાપી નાખે છે ત્યારે પણ ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. મિત્રો ઘણી વાર લોકો ઉંદર ને ભગાડવા માટે ઘરમાં ઝેરી દવાનો ઉપયોગ કરે છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પરંતુ મિત્રો ઉંદરો આનાથી ભાગતા નથી પરંતુ આ પોઇજન ખાઈને એ ઘરમાં જ મૃત્યુ પામે છે અને ઘરમાં ખરાબ ગંધ ફેલાઈ જાય છે મિત્રો એના માટે આજના આ લેખમાં અમે એવા કેટલાક ઘરેલુ નુસખા લઈને આવ્યા છીએ જેનાથી તમે ઉંદરોની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

મિત્રો ઉંદરને ભગાડવાના ઘરેલુ નુસખા માં સૌથી પ્રથમ આવે છે ફુદીનો. મિત્રો ઉંદરોથી છુટકારો મેળવવા માટે તમે ઘરમાં ફુદીના નો ઉપયોગ કરો. કેમ કે ઉંદર ફુદીનાની ગંધને બિલકુલ પસંદ કરતા નથી આ માટે ઉંદરોની ભગાડવા માટે ઘરના દરેક ખૂણામાં ફૂદીનાના પાન રાખી દો. અને ફુદીનાના ગંધથી ઉંદરો તરત જ તે જગ્યા છોડી દેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો ઉંદર ને ભગાડવા માટે બીજો ઘરેલુ ઉપાય છે લાલ મરચું. મિત્રો ખાવાના ઉપયોગમાં લેવામાં આવતું લાલ મરચું ઉંદરોને ભગાડવામાં ખૂબ જ ઉપયોગી છે. મિત્રો તમારા ઘરમાં ઉંદરોની જે જગ્યા ઉપર વધારે અવરજવર હોય આવી જગ્યા ઉપર તમે લાલ મરચાનો પાઉડર નાખી દેવામાં આવે તો ઉંદરોની પરેશાની માથી તમે છુટકારો મેળવી શકો છો.

 

મિત્રો ઘરના મસાલામાં ઉપયોગમાં આવતું તમાલપત્ર એ પણ ઉંદરોની ભગાડવામાં ઉપયોગી થાય છે. જો મિત્રો તમે જાનવર પાળવાના શોખીન હો તો તમે તમારા ઘરે એક બિલાડી પાળી શકો છો. મિત્રો જો બિલાડી તમારા ઘરે રહેશે તો ઉંદરો તેની બીકના કારણે ઘરમાં પ્રવેશ નહી કરી શકે. મિત્રો આ સાથે જ તમે તમારા ઘરમાં ઉંદર પકડવાનું પાંજરું રાખી દો છો તો તે પણ તમને ઉંદર ભગાડવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે.

મિત્રો ડુંગળી ની ગંધ ઉંદરોને બિલકુલ પસંદ નથી હોતી. ડુંગળીને કાપીને ઉંદરોની આવવાની જગ્યા ઉપર રાખવાથી આપણે ઉંદરોમાં થી છુટકારો મેળવી શકીએ છીએ. મિત્રો તમારા ઘરમાં જ્યાં ઉંદરોનો વધારે આતંક હોય તેવી જગ્યાઓ ઉપર કાળા મરીના દાણા રાખવાથી ઉંદરો ઘરમાં પ્રવેશ કરતા નથી અને ઉંદરોના આતંકથી છુટકારો મળે છે.

મિત્રો કોકો પાઉડર અને POP ના પાવડરનું મિશ્રણ કરીને. જ્યાં ઘરમાં ઉંદરોની અવર જવર વધારે હોય તે જગ્યા ઉપર આ મિશ્રણને રાખી દો. મિત્રો જ્યારે ઉંદરો આ ખાઈને પાણીની તલાશમાં ઘરની બહાર નીકળશે. અને પાણી પીતાની સાથે જ ઉંદર મળી જશે. મિત્રો આ ઘરેલૂ નુસખા ઓથી તમે ઉંદરની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

જો તમે આવા જ અવનવા દેશી ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment