કોરો.ના ની ત્રીજી લહેર આવતા પહેલા તમારા બાળકોની સારસંભાળ લઈ લો. કારણ કે સૌથી વધુ ખતરો બાળકો ને છે!

મિત્રો હાલના સમયમાં કોરોનાની બીજી લહેર હજુ તો પૂરી થઈ નથી ત્યાં તો ત્રીજી લહેર ના સમાચાર આવી ગયા છે. મિત્રો હાલના સમયમાં કોરોનાનો ખતરો સમાપ્ત થવાનું નામ લેતો નથી ત્યાં તો વાયરસના નવા નવા વેરિયંટોથી હવે કોરોના ની ત્રીજી લહેરની વાત થઇ રહી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હાઈકોર્ટે થી લઈને સરકાર સુધી તમામ જાણકાર લોકો એ એની ચેતવણી આપી દીધી છે. તો મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે શું કોરોના ની ત્રીજી લહેરથી બાળકો ખતરામાં છે. અને આ ત્રીજી લહેરથી બાળકોને કેવી રીતે બચાવી શું તેના વિશે આજના આ લેખમાં આપણે વાત કરીશું.

વાયરોલોજીસ્ટ અને કોવિડ એક્સપોર્ટ કમિટી કર્ણાટક ના મેમ્બર વી રવિ સહિત તમામ જાણકારોને ત્રીજી લહેર ની ચેતવણી આપી છે મિત્રો ડોક્ટર વી રવિ એ કહ્યું કે કોરોના ની ત્રીજી લહેરથી બાળકોને વધારે પડતો ખતરો થઈ શકે છે. આનું કારણ એ છે કે જ્યાં સુધી દેશમાં કોરોના ની ત્રીજી લહેર આવે એ પહેલાં જ વયસ્ક લોકોને વેક્સિન ના બંને ડોઝ અપાઈ ગયા હોય. ત્રીજી લહેર પહેલા આ વેક્સીનેસન પૂરું કરવા માટે સરકારે કોઈ ખાસ રણ નીતિ અપનાવવી પડશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો કોરોના ની આ ત્રીજી લહેરથી સુપ્રીમ કોર્ટ પણ ખૂબ જ ટેન્શનમાં છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ત્રીજી લહેર માટે એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારી ની ત્રીજી લહેર બાળકોને પ્રભાવિત કરી શકે છે. અને આ કારણે જ બાળકોને દવાખાને જવું પડશે તો તેમના માતા-પિતાને પણ સાથે રહેવું પડશે. આ કારણથી જ વેક્સિનેશન આ ગ્રુપના લોકોને વધારે પ્રમાણમાં થવું જોઈએ. તો મિત્રો આપણે અત્યારથી જ આની તૈયારી કરીશું તો આવનાર સમયની સ્થિતિ ને પહોચી વળીશુ.

 મિત્રો મહારાષ્ટ્રમાં હાલના સમયમાં બાળકો પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અને હાલના સમયમાં બાળકોને શરદી તાવ અને પેટને લગતી બીમારી ના લક્ષણો જોવા મળે છે. અને હાલના સમયમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાના બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે મિત્રો મહારાષ્ટ્રમાં ઝીરો થી દસ વર્ષના બાળકોમાં હાલના સમયે 145930 બાળક કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. અને દરરોજ ૩૦૦થી ૫૦૦ બાળકો રોજ બિમાર પડી રહ્યા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હાલના સમયમાં કોરોના સંક્રમણ નવજાત શિશુના બાળકોમાં પણ જોવા મળી રહ્યુ છે. પ્રખ્યાત ડોક્ટર કૃષ્ણ ચુઘ ના જણાવ્યા અનુસાર જે બાળકો કોરોના વાયરસથી સંક્રમિત છે તેવા બાળકો ના લક્ષણો માં હલકો તાવ, શરદી, ઉધરસ અને પેટ સંબંધિત બીમારીઓ જોવા મળે છે અને કેટલાક બાળકોમાં શરીરનો દુખાવો, માથાનો દુખાવો અને ઉલટી જેવા પણ  લક્ષણો જોવા મળે છે.

જો મિત્રો તમારા બાળકોને પણ આવા લક્ષણો જણાઇ આવે તો તેને નજર અંદાજ ન કરો એટલા માટે માતા-પિતાએ બાળકો માં ઝાડા – ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા તો સામાન્ય શરદી, તાવ અને ઉધરસ જેવા પણ લક્ષણો દેખાય તો તેને નજર અંદાજ કરવાની જરૂર નથી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર  બાળકોમાં ટાઈમ સર ટેસ્ટ ન થવાના કારણે બાળકો વધારે માત્રામાં બીમાર પડી રહ્યા છે.

મિત્રો ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલના સમયમાં લોકો બીજી લહેર ને જોતા પણ કોરોનાના ટેસ્ટ કરાવતા નથી. અને આવા સમયે લોકો મેડિકલ થી દવા લઈને ઘરે આવી જાય છે. સમયસર ટેસ્ટ ન કરવાથી ઘરમાં બાળકો પણ કોરોનાનો શિકાર બને છે. એક વાર કોરોનામાંથી સાજા થયા બાદ ફરીથી પોસ્ટ કોરોના ની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો બાળકોમાં પણ આવા લક્ષણો તમને દેખાય તો થોડી સાવધાની રાખવાની જરૂર છે અને ડોક્ટરની સલાહ વગર કોઈપણ પ્રકારની દવા બાળકોને ન આપો.

મિત્રો ત્રીજી લહેરામા બાળકોને સંક્રમણથી બચવા માટે આ સંક્રમણ સમયે બાળકોને દુર રાખો હંમેશા બાળકોને માસ્ક પહેરાવો. બાળકોને રમવા માટે ઘરની બહાર ન મોકલો મિત્રો બાળકોની સાથે કોઈ સાર્વજનિક જગ્યા પર અથવા તો કોઈ પણ ફંક્શનમાં જવાનું ટાળો. આજે બાળકોને ઘરમાં બનાવેલું ભોજન આપો. લીલા શાકભાજી અને ફળ ફળાદી નો ઉપયોગ વધારે કરો. અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મલ્ટી વિટામીન આપો. જેથી આપણે આવનારી મુશ્કેલીને ટાળી શકીએ. 

અંતે, સાથે મળીને સૌ વેકસીન લઈએ જેથી કોરોનાનો અંત જલ્દી લાવી શકીએ. અને હા, માસ્ક અને સાબુથી હાથ ધોવાનું તો ભૂલવાનું જ નથી.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment