એક-બે નહીં પણ 100 વધારે બીમારી માટે વરદાનરૂપ છે સરગવો, મોટાપો બ્લડપ્રેશર ડાયાબિટીસ સહિત અગણિત બીમારીઓ થઈ જાય છે છૂમંતર.

તમે આજ પહેલા સરગવાનો ઉપયોગ ઘણી રીતે કર્યો હશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સરગવો તમારા માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં વિવિધ પ્રકારના પોષક તત્વ મળી આવે છે, જેના લીધે તેને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ભારતમાં સરગવાનો ઉપયોગ દક્ષિણ ભારતમાં સૌથી વધુ કરવામાં આવે છે. સરગવાના પાન, ફૂલ, બીજ સહિત બધી જ વસ્તુઓ એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર હોય છે, જે શરીરને કેન્સર અને આર્થરાઇટિસની ગંભીર બીમારીથી બચાવવામાં મદદ કરે છે.

આજે અમે તમને સરગવાનું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આ સાથે અમે તમને સરગવા નો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ જણાવીશું. તો ચાલો આપણે એક પછી એક તેના વિશે માહિતી મેળવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સરગવાના વૃક્ષને ચમત્કારી વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સરગવાના પાનમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. આ સાથે સરગવામાં સંતરા અને લીંબૂ ની સરખામણીમાં સાત ગણું વધારે વિટામિન સી હોય છે. આ સિવાય તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પણ મળી આવે છે. જે સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હાલમાં કોરોના કાળમાં દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરી રહ્યો છે કારણ કે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે હશે તો આપણે ઘણાં રોગોથી બચી શકીશું. આવામાં જો તમે ઈમ્યુનિટી વધારવા માંગો છો તો તમારે સરગવાનું સેવન કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વજન વધારો એક ગંભીર સમસ્યા છે, જેના પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી છે. જો તમે બહુ જલ્દી વજન ઓછું કરવા માંગો છો તો તમારે ભોજનમાં સરગવાને સામેલ કરવો જોઈએ. આ માટે સરગવાના પાનનો રસ બનાવીને પીવાથી મોટાપો ઓછો થઈ જાય છે.

સરગવામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન મળી આવે છે. દૂધની સરખામણીમાં સરગવામાં ચારગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન હોય છે. જેનાથી હાડકા તો મજબૂત થાય છે સાથે સાથે દાંત મજબૂત કરવામાં પણ મદદ મળે છે. જે મહિલાઓ ગર્ભવતી છે તેઓ પણ સરગવાનો ઉપયોગ કરીને પોતાના આવનાર બાળકની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકે છે.

સરગવો હાઇબ્લડપ્રેશર અને સુગર બંનેને કંટ્રોલ કરવા માટે ઘણા હદ સુધી મદદગાર સાબિત થાય છે. કારણ કે સરગવામાં રાઇબોફ્લેવિન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સરગવો મહિલાઓની સાથે સાથે પુરુષો માટે પણ ખૂબ જ ગુણકારી છે. પુરૂષોમાં થનારી શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે, વીર્ય વધારવા માટે અને યૌન શક્તિ વધારવા માટે સરગવો ખૂબ જ મદદગાર છે. જે પુરુષો સરગવાનું સેવન કરે છે તેમને પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે.

સરગવાના પાન લોહી શુદ્ધ કરવા માટે પણ કામ કરે છે. તેનાથી ત્વચામાં એકદમ ચમક આવી જાય છે. સરગવામાં એવા ગુણ મળી આવે છે, જે ત્વચા માં કોલેજોન ની માત્રા વધારે છે. જેનાથી ત્વચા પર રહેલા ખુલ્લા છિદ્રો ઓછા કરવામાં મદદ મળે છે. આ સાથે ત્વચા પરની કરચલીઓ, ડાઘ, ખીલ વગેરે પણ દૂર થાય છે.

વધતી ઉંમર સાથે વ્યક્તિના મગજ પર સૌથી પહેલી અસર થાય છે અને તેની યાદશક્તિ ઓછી થવા લાગે છે. આવામાં જો તમે સરગવાનું સેવન કરો છો તો તેનાથી માનસિક ક્ષમતામાં પણ વધારો થાય છે. જે એક ટોનિકની જેમ કામ કરે છે.

ગર્ભવતી મહિલાઓ માટે સરગવો ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન સી મળી આવે છે. સરગવાનો જ્યૂસ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ડિલિવરી દરમિયાન થતા દુખાવાથી રાહત મળે છે.

Leave a Comment