મિત્રો ચોમાસાની ઋતુમાં તાવ, શરદી અને ઉધરસ સામાન્ય બીમારી છે. ચોમાસાની ઋતુમાં વાઇરલ ઇન્ફેક્શન નું જોખમ વધુ પ્રમાણમાં રહે છે. ચોમાસાની ઋતુમાં આ બધી બીમારીઓનો તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં ન આવે તો ખૂબ જ મોટું ગંભીર પરિણામ ભોગવવું પડે છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને માથાના દુખાવાથી લઈને વાઇરલ ઇન્ફેક્શન સુધીની મહત્વ ની બીમારીઓના કેટલાક ઘરેલુ ઉપચાર બતાવા જઈ રહ્યા છીએ. મિત્રો ચોમાસાની ઋતુમાં ઘણા બધા લોકોને કાનમાં દુખાવો થવાની સમસ્યા રહેતી હોય છે. નાના બાળકો ને વધુ પ્રમાણમાં કાનમાં દુખાવો રહેતો હોય છે.
મિત્રો આ સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે ડુંગળી ને પીસીને તેનો રસ કાઢી લો. મિત્રો આ રસને ગરમ કરી ને 3 થી 4 ટીપા કાનમાં નાખવાથી કાનમાં થતો દુખાવો દૂર થઈ જાય છે.મિત્રો હાલના સમયમાં મોટાભાગના વ્યક્તિઓને દાંતમાં દુઃખાવાની સમસ્યા રહેતી હોય છે.
દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માટે નિયમિત રૂપે હળદર અને સંચર મીઠામાં સરસવનું તેલ ઉમેરીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને નિયમિત રૂપે સવાર-સાંજ તેના વડે બ્રશ કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. મિત્રો દાંત માં થયેલો સડો દૂર કરવા માટે કપૂરને પીસીને લગાવવાથી દાંત માં થયેલો સડો દૂર થાય છે.
મિત્રો ચોમાસાની ઋતુમાં નાના બાળકોને પેટમાં કરમિયા પડવાની સમસ્યા વધુ માત્રામાં રહે છે. ડુંગળીના રસને ગરમ કરીને સવાર-સાંજ એક-એક ચમચી બાળકને પીવડાવવાથી પેટમાં રહેલા કરમીયા દૂર થાય છે. નાના બાળક ને ઉલટી ની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દાડમના રસ ને ગરમ કરીને તેનું સેવન કરાવવાથી,
નાના બાળકોને ઉલટી ની સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. મિત્રો ચોમાસાની ઋતુમાં મોટાભાગના દરેક વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. ચોમાસાની ઋતુમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થવાને કારણે કબજિયાતની સમસ્યામાં વધારો થાય છે.
આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ચોમાસાની ઋતુમાં નિયમિત રૂપે લીંબુના પાણીમાં ખાંડ અને કાળા મરીનો પાઉડર ઉમેરીને નિયમિત રૂપે સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. મિત્રો કાચા બટાકાના રસને દાઝેલા ભાગ પર લગાવવાથી ડાઘ દૂર થાય છે. આ સિવાય આમલીના પાવડરને દૂધ સાથે મિલાવીને તેની પેસ્ટ ને દાઝયા પર લગાવવાથી ખુબ જ આરામ મળે છે.
મિત્રો ઘણા લોકોને કાનમાં ફોડલિઓ થતી હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે લસણનું તેલ અને સરસવના તેલને મિક્સ કરીને તેના ટીપા કાનમાં નાખવાથી ખૂબ જ રાહત મળે છે. મિત્રો ચોમાસાની ઋતુમાં તાવની બિમારી વધુ જોવા મળે છે. તાવની સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે,
ગાયના દૂધમાં કાળા મરીનો પાઉડર અને મીશ્રી ઉમેરીને તેને ગરમ કરીને નિયમિત રૂપે પીવાથી ચોમાસાની ઋતુમાં થતી તાવ ની સમસ્યામાં રાહત મળે છે. મિત્રો ચોમાસાની ઋતુમાં આ પ્રકારના ઘરેલુ ઉપચાર કરવાથી નાની-નાની બીમારીઓમાં રાહત મળે છે.