આયુર્વેદ

આ 3 ચમત્કારિક વનસ્પતિ નો ઉપાય તમને કાયમ માટે દૂર રાખશે કફ, ઉધરસ, શરદી, તાવ, કાળતરથી દૂર.

મિત્રો જે લોકોને શરદી ઉધરસ કળતર રહેતી હોય અને સાથે સાથે તાવ આવતો હોય અને સાથે સાથે શરીરમાં આળસ આવતી હોય તેના માટે આજના આ લેખમાં અને એક ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ. મિત્રો હાલના મહામારીના સમયમાં લોકોને એલોપેથી અને હોમિયોપેથી દવા કરતાં આયુર્વેદિક ઉપચાર અને ઔષધીય દવાઓ ખૂબ જ કારગત નીવડે છે.

મિત્રો આજે અમે તમને એવી ત્રણ વનસ્પતિ વિશે જણાવવાના છે, જે વનસ્પતિ તમારા તાવ ને દૂર કરી દેશે સાથે સાથે શરદી ઉધરસ અને કફ જેવી બીમારીમાં પણ ખૂબ જ રાહત આપશે મિત્રો હાલના સમયમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મંદ પડી ગઈ હોય છે અને આવા સમયે આ ઉપાય તમારી રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો કરશે.

મિત્રો અમે આજે ત્રણ વનસ્પતિ ની વાત કરી રહ્યા છીએ તેમાં પ્રથમ છે તુલસી મિત્રો હાલના સમયમાં તુલસી શરદી, ઉધરસ, કફ અને તાવની બીમારીઓમાં ખૂબ જ રામબાણ સાબિત થાય છે. મિત્રો તુલસી એક ધાર્મિક વનસ્પતિ ની સાથે સાથે એક આયુર્વેદિક ઔષધી પણ છે મિત્રો ઔષધીય શાસ્ત્રોમાં તુલસી ના અનેક ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

ત્યારબાદ બીજી વનસ્પતિ છે અરડૂસી, મિત્રો અરડૂસી પણ એક જાદુઈ ઔષધિ છે જે ઉધરસ માટે ખૂબ જ અકસીર અને રામબાણ સાબિત થાય છે અરડુસી જેવી એક પણ ઔષધી નથી જે ઉધરસને ઝડપથી મટાડી શકે, સાથે સાથે ઘણી બીમારીઓમાં અરડૂસી ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને કફ ની વધારે પડતી સમસ્યા રહેતી હોય

તે લોકોને પણ અરડૂસી નું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો હવે ત્રીજી ઔષધીય વનસ્પતિ છે ગળો, મિત્રો હાલના સમયમાં ગળાનો ખૂબ જ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, અને તેના પરિણામો પણ ખૂબ જ સારા મળે છે મિત્રો ગળો એ તાવ અને કળતર માટે ખૂબ જ સચોટ ઔષધિ છે,

અને આપણી આ ત્રણેય વનસ્પતિનું હાલના સમયમાં એક સાથે ઉપયોગ કરવાનું છે. મિત્રો આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ આપણે અરડૂસીના ત્રણ પાન લેવાના છે ત્યારબાદ તુલસીના 12 થી 15 પાન લેવાના છે અને ગળાનો બે થી ત્રણ ઇંચ જેટલો નાનો ટુકડો લેવાની છે.

અને ત્યારબાદ આ ત્રણે વસ્તુ ને દોઢ ગ્લાસ પાણીની અંદર થોડા સમય માટે રહેવા દેવાની છે. ત્યારબાદ તુલસી અને અરડૂસી ના પાન ની પેસ્ટ બનાવી લેવાની છે પેસ્ટ બનાવ્યા પછી ત્રણે વસ્તુ દોઢ ગ્લાસ પાણીમાં નાખીને ગરમ કરવા મૂકવું. મિત્રો પાણી જ્યાં સુધી અડધું ન થાય,

ત્યાં સુધી તેને ઉકાળવાનું છે ત્યારબાદ આ ઉકાળાને ઠંડો પડવા દેવા નો છે. મિત્રો આ ઉકાળા ને નિયમિત રૂપે દિવસમાં બે વાર લેવાથી હાલની મહામારીમાં થી તમે બચી શકો છો તેમજ શરદી, ઉધરસ, કફ અને શરીરની કસરત માંથી બચી શકો છો તો મિત્રો જે લોકોને આવી સમસ્યા સતાવતી હોય તે લોકોએ આ ઉપાય કરવાથી ખૂબ જ ફાયદો થાય છે,

અને હાલની કોરોનાની મહામારી માં આ ઉપાય કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ માં ખૂબ જ વધારો થાય છે અને કોરોના જેવી મહામારી માં સારું પરિણામ મળે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબજ કામ લાગે છે તેથી જરૂર આ ઉપચાર કરો અને તંદુરસ્ત બનો..

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયો અને ઉપચારોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *