જો તમે ખીલથી પરેશાન છો તો આજે અપનાવો ખીલ મટાડવાનો 100 ટકા અસરકારક દેશી ઉપાય.

મિત્રો, આજના સમય માં 18 વર્ષ પુરા થાય એટલે બધા ને તેના ચહેરો સારો રાખવા માટે ઘણા પ્રયત્ન કરતા હોય છે, સ્માર્ટ દેખાવું કોને ના ગમે, છોકરા હોય કે છોકરીઓ તેમના મોઢે જો ખીલ નીકળે તો તે બહું પરેશાન થઈ જતા હોય છે, કારણ કે ખીલ થવાથી ચહેરા ની સુંદરતા રહેતી નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઘણા લોકો એમ કહેતા હોય છે કે હું તરેલું નથી ખાતો તો પણ મને ખીલ થાય છે ,પરંતુ એવું ના હોય મિત્રો, અમુક ઉંમર થાય એટલે બધાને ખીલ નો પ્રોબ્લેમ તો થાય જ છે, પરંતુ તમે ચિંતા ના કરો ખીલ મટાડવા માટે ના ઘરેલુ ઉપચાર હું તમને જણાવીશ.

1…મિત્રો મૂળા ના પાનનો રસ ખીલ પર લગાવવાથી અઠવાડિયામાં જ ખીલ મટી જાય છે. મિત્રો એલોવેરા માં પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે, રોજ સવારે મિત્રો તમે એલોવેરા નો જ્યૂસ પીવાથી ત્વચા ને સાફ રાખે અને ખીલ થતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એલોવેરા ને માસ્ક તરીકે પણ ચહેરા પર લગાવવાથી ખીલ થતા નથી. જાંબુ ના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે. મિત્રો તમે દૂધ ની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ ગાયબ થઈ જાય છે.

2…મિત્રો જાયફળ ને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ બેસી જાય છે. મિત્રો વરિયાળી તો કુદરતી સ્કિન ક્લિન્જર છે. વરિયાળી મિત્રો પાચનક્રિયા માં પણ સુધારો લાવે છે તેની સાથે સાથે ઝેરી પદાર્થ ને શરીર માંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ખીલ વાળી ત્વચા પર વરીયાળી ને પાણી સાથે પીસીને લગાવો ,15 મિનિટ સુધી રહેવા દો, ઘણો ફાયદો થશે મિત્રો. તમે નારંગી ખાઈ ને છાલ ફેંકી દેતા હસો પણ મિત્રો એ છાલ પણ ખીલ મટાડવા ખૂબ જ ઉપયોગી છે, નારંગી ની છાલને ચહેરા પર ઘસવાથી ખીલ મટે છે.

3…મિત્રો તમે દરરોજ લીલા નારીયેરનું પાણી પીવો તો તેનાથી પણ ઘણો ફાયદો થાય છે, અને એ પાણી થી મોં ધોવાથી પણ ખીલ થતા નથી. મિત્રો લસણ પણ ખીલ મટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે, લસણ ખીલ ની સમસ્યામાં રાહત આપે છે,મિત્રો તમે લસણ ને કાચું ખાઓ કે તેને સલાડ સાથે ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

લસણ માં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે, જે ખીલ ને વધવા દેતા નથી અને ખીલ સુકાવવામાં મદદ કરે છે. 2 થી 3 કળી ને વાટી ને પાણી માં પલાળી અથવા એલોવેરા જેલ માં મિક્સ કરી ખીલ પર લગાવવાથી ફાયદો થાય છે.

4…મિત્રો છાશ વડે મોં ધોવાથી ખીલ ના ડાઘા, અને મોં પરની કાળાશ દૂર થાય છે. કાચી સોપારી અથવા જાયફળ ને પાણીમાં ઘસીને લગાવવાથી ખીલ મટે છે. તુલસી ના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાવવાથી અને સુકાઈ જાય પછી ધોઈ નાખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે.

કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવો પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાવવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે. નારિયેળ નું દૂધ કાળીજીરી સાથે મેળવી લસોટી ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment