આયુર્વેદ

હૃદયરોગ, લીવર પ્રોબ્લેમ, એનિમિયા જેવી અનેક ગંભીર બીમારીઓ દૂર કરે છે આ મીઠો લીમડો.

મિત્રો તમેપણ જાણો છે કે અત્યારે કોરોનાનો પ્રકોપ ખુબજ વધી રહયો છે ત્યારે તેનાથી બચવા માટે ખુબજ પ્રયત્નો કરવામાં આવે છે. ખાસ કરીને આયુર્વેદિક ઉપચારનો ઉપયોગ કરી ને કોરોનાની અસર ન થાય તે માટેના ખુબજ પ્રયત્ન કરી રહ્યા છે.

કોરોનાને અટકાવવા માટે આપણે અવનવા આયુર્વેદિક ઉપચારો અને ઘણી જાતની દેશી દવાઓનો ઉપયોગ થી આ બીમારી નું જોખમ ઘટાડી શકાય છે. તો મિત્રો તેવો જ એક ઉપાય છે જે આપણે તેનો અમલ કરીશું તો કોરોનાથી અવશ્ય બચી શકીશું. તો મિત્રો આજે આપણે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી તેના ફાયદા જાણીશું.

મીઠા લીમડાના પાનના ફાયદા:-

મીઠો લીમડો દરેક જગ્યાએ જોવા મળે છે. તેના પાન લીમડા જેવા હોવાથી તે અનેક પ્રકારના રોગો દૂર કરવામા ખુબજ ઉપયોગી છે. તે ઘરના આંગણામાં પણ તેને કુંડામાં ઉગાડી શકાય છે. તેની સુગંધ સારી હોવાથી શાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે અનેક પ્રકારના રોગો દૂર કરવામાં ખુબજ ફાયદાકારક છે.

મીઠા લીમડામાં અનેક પ્રકારના વિટામિન હોય છે જેમાં આયન, કેલ્શિયમ, ફોસ્ફરસ એમ અનેક પ્રકારના વિટામિન રહેલા હોય છે. તે ઉપરાંત તેમાં વિટામિન બી6, બી9 અને બી5 જેવા તત્વો રહેલા હોય છે.

વજન ઘટાડવા માટે:-
મીઠા લીમડાંમાં રહેલુ તત્વ કોલેસ્ટ્રોલ અને ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. તે સ્થુરતા ઓછી કરવામાં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. વધારે વજન ધરાવતા વ્યક્તિ ઓએ મીઠા લીમડાનું સેવન ખુબજ ફાયદો કરે .

સફેદ વાળ માટે:-
માનસિક તણાવ ને લગતી અનેક બીમારી જેવી કે આનુવંશીકતા જેવી બીમારી ના તણાવના કારણે વાળ જલ્દીથી સફેદ થઈ જાય છે. તેમાં રહેલું વિટામિન બી વાળને મજબૂત અને કાળા રાખવા માટે ખુબજ ઉપયોગી છે.

હદયની બીમારી માટે:-
તે લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે ખુબજ ફાયદાકારક છે. તેથી તે હદયને લગતી અનેક બીમારીને દૂર કરવા માટે તે ખુબજ ફાયદો કરે છે. માટે તેના કારણે હદયની કેટલીક બીમારી દૂર કરી શકાય છે.

લીવર માટે:-
મીઠો લીમડો લીવર ને તંદુરસ્ત રાખવા માટે ખુબજ ફાયદાકારક છે. હિપેટાઇટિસ જેવા રોગો દૂર કરવા માટે મીઠો લીમડો ખુબજ ફાયદો કરે છે.

આંખો માટે:-
મીઠા લીમડામાં વિટામિન એ હોવાથી તે આંખો માટે ખુબજ ફાયદાકારક છે. આંખોની રોશની માં વધારો કરવા માટે લીમડા ના પાન નો ઉપયોગ કરવાથી તે ખુબજ લાભદાયક સાબિત થાય છે.

એનીમિયા માટે:-
લોહીમાં એનિમિયાની ની ઉણપને દૂર કરવા માટે મીઠા લીમડાના પાન ખુબજ ફાયદાકારક છે. તેમાં આયન અને ફોલિક એસિડ વધારે હોવાથી તે ખોરાકમાં ઉપયોગમાં લેવાથી તેની ઉણપ ઓછી થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારો અને ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *