મિત્રો આદુ ખાલી ખાવા અને ચાનો સ્વાદ વધારવા માટે જ નથી પરંતુ આદુના અનેક સ્વાસ્થ્ય સંબંધી ફાયદા પણ છે આદુમાં અનેક ઔષધીય ગુણો હોવાથી અનેક ઔષધ મા તેનો ઉપયોગ થાય છે આયુર્વેદમાં આદુ ના ફાયદા વિશે ઘણુ બધુ જણાવવામા આવ્યુ છે આમ અહીં અમે આજના લેખમા આદુના અદભુત ફાયદા વિશે જણાવવાના છીએ.
મિત્રો શિયાળામાં આદુનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેમજ ઉનાળામાં પણ આદુ એટલું જ ગુણકારી છે તેના નાના અને સરળ ઉપાયથી અનેક બિમારીઓ મા થી બચી શકાય છે.
આદુ પોતાના ગુણ માટે સર્વત્ર પ્રસિદ્ધ છે અને દરેક ઘરમાં તેનો ઉપયોગ થાય છે આજે અમે તમને આદુના એવા ઉપાયો વિશે બતાવાના છીએ જેનાથી અનેક સમસ્યાઓ મા રાહત મળશે, મિત્રો આદુ પાચન અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓમાં ઉત્તમ છે આદુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ , આયર્ન, મેગ્નેશિયમ,કોપર વગેરે મિનરલ્સ જોવા મળે છે.
આદુ આહારમાં પાચન કરનાર, આદુ સોજા અને કફના રોગમાં કારગત ઔષધ છે. આદુમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરીને આચાર બનાવવા માં આવે છે તો આજે આદુના અનેક ફાયદા વિશે વાત કરીશુ.
મિત્રો ઉલટી અને ઉપકાનિ સમસ્યામા આદુ ઔષધિનું કામ કરે છે એક ચમચી આદુના રસમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરી તેને દર બે કલાકે પીવો તો જલદીથી રાહત મળશે આદુ ને ખાવાથી અથવા તો તેનો લેપ લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
બહુ જ ઓછા લોકો જાને છે કે આદુ એ એક પ્રાકૃતિક પેઈન કિલર છે, માસિક ધર્મમાં લાભકારી છે, કેટલીક મહિલાઓને માસિક ધર્મ વખતે દુખાવો થાય છે આવા સમયે આદુની ચા ખૂબ જ લાભ પહોંચાડે છે તેથી દિવસમા બે વાર આદુની ચા પીવો તો દુખાવામાં રાહત મળશે.
મિત્રો શિયાળામાં શરદી અને તાવ થવો તે સામાન્ય વાત છે તેનાથી બચવા માટે નિયમિત રીતે આદુનું સેવન કરો તો શરીરને ગરમ રાખે છે તેથી નાકમાંથી પાણી નીકળવું અને શરદીને દૂર કરે છે એક કપ આદુ અને તુલસી અને મધ વાળી ચા બનાવી પીવાથી શરદી માં રાહત મળે છે.
જે લોકોને માઇગ્રેન ની બિમારી છે તે લોકો માટે આદુ રામબાણ ઈલાજ છે. આદુથી હ્રદય સંબંધિત બીમારી પણ થતી નથી તેથી તમારી ડાયટમા આદુ ને ઉમેરવું આદુનો રસ હદયની કાર્ય ક્ષમતા મા વધારો કરે છે તેથી હૃદય ને લગતી બિમારી મા રાહત આપે છે
મિત્રો આટલા બધા અનેક ગુણોથી ભરપૂર આદુનું સેવન આપણા શરીર માટે ખુબ જ લાભકારી છે આવા અનેક ગુણોથી ભરપૂર આદુનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી અને લાભકારી છે .
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.