ગેસ, એસિડિટી, કબજિયાત, હૃદયરોગ સહિત ૧૦૦થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ મેથી.

મિત્રો, આજના રોજિંદા જીવન માં નોકરી કે ધંધા માટે એટલી બધી ભાગદોડ વધી ગઈ છે કે આપણે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે સમય આપી શકતા નથી. જો બહાર ગયા હોય તો આપણે બહારના નાસ્તા કે હોટેલમાં જમી લેતા હોઈએ છીએ, પરંતુ મિત્રો આ બધું બહારનું રોજ ખાવુ એ આપણા શરીર ને નુકશાન કરી શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એટલે આપના શરીર માટે આપણે જાતે જ એવો ખોરાક લેવો કે જેના થી આપના શરીર ને બધા જ પોષકતત્વો મળી રહે. મિત્રો હું તમને આજે મેથી ના ફાયદા વિશે જણાવીશ કે તે કેટલી ઉપયોગી છે આપણા શરીર માટે જે તમને ખબર પણ નહી હોય.

મિત્રો, મેથી સ્વાદે તો કડવી હોય છે પરંતુ તેના મિઠ્ઠા ફાયદા છે. મિત્રો મેથી નો ઉપયોગ મસાલા તરીકે થાય છે એતો તમે જાણતા જ હશો ,પરંતુ બીજા પણ ઘણા ફાયદા છે કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. મેથી માં પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર, પોટેશિયમ, વિટામિન C વગેરે ભરપૂર પ્રમાણ માં હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મેથી ચામડી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જો તમે દરરોજ 1 ચમચી મેથી ના દાણા નો ઉપયોગ ખોરાક માં કરો તો તમે ઘણી બીમારીઓ થી બચી શકો છો. મિત્રો, શરદી ઉધરસ મટાડવા માટે પણ મેથી ખૂબ જ ઉપયોગી છે.

મેથી માં રહેલ એન્ટીબેક્ટેરિયલ પ્રોટીન વાયરલ બીમારી થી બચાવે છે. મિત્રો મેથીના દાણા માં ફાઇબર વધુ પ્રમાણ માં હોવાથી તે દરરોજ ભોજન માં લેવાથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. મિત્રો મેથી માં પોટેશિયમ વધુ પ્રમાણ માં હોય છે, તે શરીરમાં સોડિયમના લેવલ નું કંટ્રોલ કરે છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેનાથી શરીર માં લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે, અને હદય પણ તંદુરસ્ત રહે છે. ડાયાબિટીસ માટે મેથી નો તાજો ઉકાળો 4 થી 5 ચમચી જેટલો જમતા પહેલા પીવાથી ફાયદો થાય છે. જો મિત્રો તમને કબજિયાત નો પ્રોબ્લેમ હોય તો નિયમિત સવારે ભૂખ્યા પેટે 10 મેથીના દાણા ખાવાથી પાચનક્રિયા સારી થાય છે, અને કબજિયાત ની તફલિક પણ દૂર થાય છે.

ચામડી ને તંદુરસ્ત રાખવા પણ મેથી ખૂબ જ ઉપયોગી છે, કારણ કે મેથી માં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રા હોય છે, જે ચામડી માટે ખૂબ જ ઉપયોગી છે. જો મિત્રો તમને એસિડીટી નો પ્રોબ્લેમ હોય તો મેથી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે ,કારણ કે મેથી ખાવાથી શરીર માં એસિડ નું પ્રમાણ જળવાઈ રહે છે ,જેથી એસિડિટી થતી નથી.

જો મિત્રો તમારે બીપી હાઈ રહેતી હોય તેના માટે પણ મેથી ખૂબ જ ઉપયોગી છે. મેથી ને વાટીને ઘી માં શેકીને એનો લોટ બનાવો પછી તેના લાડુ બનાવી દરરોજ એક લાડુ ખાઓ, તો તમને થોડા જ દિવસ માં વાયુ ને કારણે થતા હાથ પગ ના દુખાવા માં રાહત મળશે.

આ લાડુ ખાવાથી કમર નો દુખાવો પણ ગાયબ થઈ જાય છે. ગરમી માં લૂ લાગે ત્યારે મેથીની સુકવેલી ભાજીને ઠંડા પાણીમાં પલાળી ને રાખો, સારી રીતે પલળી જાય પછી તેને મસળી ને પીવાથી લાભ થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment