ચહેરા પરના ખીલ-ડાઘ થી લઈને હૃદયરોગ, ડાયાબિટીસ સુધીની સમસ્યાઓ દૂર કરે છે આ ખાસ વસ્તુ, ઘણા વર્ષોથી કરવામાં આવે છે ઉપયોગ, આજ સુધી તમે હશો અજાણ.
ભારતભરમાં તમને ઘણી જગ્યાએ આમળા મળી રહે છે, આમળાને ઔષધીય ગુણોની ખાણ કહેવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેને આમળા નું નામ સાંભળ્યું નહીં હોય. વૃદ્ધ વડિલો સ્વસ્થ રહેવા માટે દરરોજ સવારે આમળા ખાવાની સલાહ આપે છે, જે ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
તેમાં મળી આવતા ઔષધીય ગુણો આમળાને ઘણા ફળોથી અલગ બનાવે છે. તમે આમળાને ઘણી રીતે ખાઈ શકો છો જેમ કે આમળાનો મુરબ્બો બનાવીને, આમળાનું અથાણું બનાવીને વગેરે.. આ સાથે તમે કાચા પણ ખાઈ શકો છો.
આમળામાં ઔષધીય ગુણો પુષ્કળ પ્રમાણ મળી આવે છે. જેના લીધે તેને ઘણા રોગોની દવા તરીકે પણ વર્ણવવામાં આવે છે. આમળામાં વિટામીન સી, વિટામીન એ બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર વગેરે જેવા તત્વો મળી આવે છે,
જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે વાયરલ બીમારીઓથી પણ છુટકારો અપાવે છે. હવે ચાલો આપણે એક પછી એક આમળાનું સેવન કરવાથી થતા ફાયદા વિષે જાણીએ.
આમળા દરેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે આમળાં અને સાકરને મિક્સ કરીને સેવન કરો છો તો તમને તેનાથી ઘણાં ફાયદા થાય છે. આ સાથે જો તમને વધારે પ્રમાણમાં હિચકી આવી રહી છે અને ઊલટીની સમસ્યા થાય છે,
તો તમારે આમળાનું ચૂર્ણ અને સાકર મિક્સ કરીને ખાઈ લેવી જોઈએ, જેનાથી તમને તરત જ આરામ મળશે. જે લોકોને મોતિયો આવી જવાની સમસ્યા થઈ રહી છે અથવા આંખોની રોશની ઓછી થઈ ગઈ છે તો તેવા લોકોએ આમળાનું સેવન શરૂ કરી દેવું જોઇએ.
હકીકતમાં આમળાને મધ સાથે મિક્સ કરીને ખાવાથી આંખોની રોશની માં વધારો થાય છે અને મોતિયાની સમસ્યા દૂર થાય છે. આ સાથે ચહેરા પર ઉંમર સાથે વધતી કરચલીઓથી પણ છુટકારો મળે છે.
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે દૂધ સાથે કોઈ ખાટી વસ્તુ સેવન ન કરવું જોઈએ, જો કે આમળા આ વાતને ખોટી પાડે છે કારણકે આમળા અને દૂધ સાથે મિક્સ કરીને ખાવાથી ઘણા ફાયદા થાય છે.
જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તમે એક નાની ચમચી આમળાનું ચૂર્ણ અને દૂધ સાથે મિક્સ કરીને સેવન કરી શકો છો. જેનાથી આંતરડા સાફ થાય છે અને કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે.
એલોવેરા અને આમળા બંને આયુર્વેદની દ્રષ્ટિએ ઔષધિય ગુણોથી સમૃધ્ધ માનવામાં આવે છે. એલોવેરા અને આમળાના જ્યુસથી ઘણા ફાયદા થાય છે. જો તમે વજન વધારો, હૃદયરોગ, પાચન સમસ્યાઓ સાથે ત્વચા અને વાળની સમસ્યાનો સામનો કરો છો તો તમારે આમળાં અને એલોવેરાના જ્યૂસનું સેવન કરવું જોઇએ. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થશે.
આમળા વ્યક્તિના સ્વાસ્થ્યની સાથે સાથે તેના વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં આમળામાં એવા પોષક તત્વ મળી આવે છે જે વાળને વધારવામાં અને તેને મજબૂત કરવા માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે,
હકીકતમાં આમળાનું સેવન કરવાથી શરીરના દરેક અંગ સુધી લોહી પહોંચે છે, જેનાથી વાળ મજબૂત થાય છે અને ચમકદાર પણ બને છે. જો તમે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે આમળાનો પાવડર બનાવી લેવો જોઈએ.
હવે તેમાં જરૂરિયાત અનુસાર ગરમ પાણી, એક ચમચી મધ અને, બે ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. હવે આ પેસ્ટને વાળમાં 30 મિનિટ સુધી લગાવીને રાખીને ત્યાર બાદ વાળને ગરમ પાણીથી ધોઇ લો. આ ઉપાય કરવાથી તમારા વાળ મજબૂત બનશે.
આમળા કેલ્શિયમથી ભરપૂર હોય છે, જેના લીધે તે હાડકાંને મજબૂત કરવા માટે કામ કરે છે. આમળાનો જ્યુસ દરરોજ પીવાથી હાડકાં મજબૂત થાય છે. આ સાથે જો તમને સાંધાના દુખાવા, ગઠિયા વા ની સમસ્યાનો સામનો કરવો પડે છે તો તેનાથી પણ રાહત મળે છે.
આમળા ની અંદર એન્ટી ડાયાબીટીસ ગુણધર્મ મળી આવે છે, જે બ્લડ શુગર કાબૂમાં કરી અને ડાયાબિટીસના લક્ષણો ને ઓછા કરે છે. આ સાથે ઇન્સ્યુલિનનું લેવલ વધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.