આયુર્વેદ

વાતાવરણમાં બદલાવ થવાથી ગળામાં ખરાશ અથવા દુઃખાવાથી પરેશાન થઈ ગયા છો? તો એક વખત અવશ્ય કરી લો ઉપાય.

હાલના સમયમાં વાતાવરણમાં બદલાવ આવવાને લીધે ઘણા લોકોને ગાળામાં દુખાવા ની સમસ્યાનો કરવો પડી રહ્યો છે. આ સાથે વાતાવરણમાં રહેલા પ્રદૂષણ અને ખરાબ બેક્ટેરિયાને લીધે પણ ગળાની સમસ્યાઓ થઇ શકે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેની ક્યારેય અવગણના કરવી જોઈએ નહીં.

જ્યારે ગળામાં દુખાવાની શરૂઆત થાય છે ત્યારે ગળામાં બળતરા થવી, ખોરાક ને પેટમાં ઉતારવામાં તકલીફ થવી, ગળામાં દુઃખાવો, ગળું છોલાવાની સમસ્યા થવી વગેરેનો સામનો કરવો પડે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે ગળાની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી શકશો. તો ચાલો આપણે આ ઘરેલુ ઉપાય વિશે જાણીએ.

સામાન્ય રીતે ગળામાં બે કાકડા ની ગોઠવણ કરવામાં આવેલી હોય છે પંરતુ જ્યારે તમે ધૂળ યુક્ત વાતાવરણ માં ફરો છો અથવા તો વધારે ઠંડુ પાણી પીવાને લીધે આ કાકડા ફૂલી જાય છે. જેના લીધે તમને બળતરા અને ગળામાં દુખાવાની સમસ્યા થાય છે.

આ માટે તમારે દિવસ દરમિયાન એક ગ્લાસ પાણી લઈને તેમાં મીઠું ઉમેરી લેવું જોઈએ. હવે તેને બરાબર હલાવીને ગેસ પર મૂકી દેવું જોઈએ. ત્યારબાદ પાણી જ્યારે ગરમ થઈ જાય ત્યારે તેને નીચે ઉતારી ને થોડુંક ઠંડુ પડવા દો.

ત્યારબાદ તેનાથી કોગળા કરવાથી ગળામાં જામી ગયેલ બધી જ અશુદ્ધિ બહાર આવી જશે અને ગળાનો દુઃખાવો પણ દૂર થશે.

તમે બધા જાણતા હશો કે હળદર એક એન્ટી ઓક્સિડન્ટ તત્વો થી સમૃદ્ધ ખોરાક છે. તેના સેવનથી ઘણી સંક્રમિત બીમારીઓ દૂર થાય છે. આજ ક્રમમાં ગળાનો દુઃખાવો દૂર કરવા માટે પણ હળદર કામ કરી શકે છે.

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા હળદર ને દૂધમાં મિક્સ કરીને બરાબર હલાવી લેવું જોઈએ. ત્યારબાદ તેના ઉપરથી ચપટી લવિંગ પાવડર મિક્સ કરીને સેવન કરી લેવું જોઈએ. જેનાથી ગળાનો ચેપ દૂર થઈ જશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે લસણ પણ સંક્રમણ બીમારીઓ દૂર કરવાની શકિત ધરાવે છે. વળી તેનો ઉપયોગ કરવો પણ એકદમ આસાન છે. લસણનો ઉપયોગ કરવા માટે તમે તેનો ભોજનમાં સમાવેશ કરી શકો છો અથવા તેની કળી ને મોઢામાં રાખીને ચૂસી શકો છો. જેનાથી તમને ઉધરસ અને કફની સમસ્યા પણ થશે નહીં.

તમે ગળામાં દુઃખાવો અથવા બળતરા ની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે વરાળ લેવી જોઈએ. હકીકતમાં તેનાથી ગળામાં જામી ગયેલ અશુદ્ધિ બહાર આવી જાય છે અને ગળાના દુખાવામાં રાહત મળી જાય છે.

તમે દિવસ દરમિયાન સવારે મસાલેદાર ચાનું સેવન કરીને પણ ગળાની સમસ્યા દૂર કરી શકો છો. હકીકતમાં તેમાં એવા ગુણો મળી આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરીને વાયરલ બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. આજ ક્રમમાં તેનાથી ગળાની સમસ્યા પણ દૂર કરી શકાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *