મિત્રો આજે તમને આ લેખમાં ગળામાં થયેલા કફને દૂર કરવાના ઘરેલું ઉપચારો વિશે જણાવીશું. અત્યારે બે ઋતુ હોવાથી એટલે કે ઠંડી અને ગરમી બન્ને હોવાથી શરીર માટે ખુબજ નુકસાન કારક સાબિત થાય છે. મિત્રો કોરોનાથી બચવા માટે ગળામાં કફ ક્યારેય ન થવા દેવો જોઈએ.
કફ થવાને કારણે તે ફેફસામાં જમા થાય છે. જ્યારે આ કફ વધુ પડતો જમા થાય ત્યારે શ્વાસ લેવામાં ખુબજ તકલીફ થાય છે. છેવટે આપનો શ્વાસ રૂંધાઇ જાય છે. આમ છેલ્લે મુત્યુ તરફ લઈ જાય છે. તો મિત્રો તેનાથી બચવા માટે આપણે પહેલાથી કફ ન થાય તે માટે ખુબજ કાળજી રાખવી જોઇએ.
જે લોકોને કફ હોય પરંતુ તે સુકી ઉધરસ આવતી હોય, છાતીમાં કફ જમા થયેલો હોય અને સતત દુખાવો થતો હોય તેવા લોકો ગરમ પાણીના કોગળા કર્યા હોય,ઉકારા પીધા હોય તો પણ ગળાનો કફ દૂર થતો ન હોય તો ચોક્કસ થી આ ઉપાય અપનાવો.
સૌ પ્રથમ 500 ગ્રામ મીઠું લઈને તેને તવામાં ગરમ કરો પછી આ ગરમ કરેલા મીઠાને એક રૂમાલમાં મૂકી પછી તેને હલકે હાથે છાતીમાં, કપાળમાં અને ગળાના ભાગમાં શેક કરવાથી જમા થયેલો કફ દૂર થાય છે. જ્યારે આ પ્રયોગ કર્યો તેના પહેલા શરીરના બધાજ ભાગો ઉપર વિક્સ બોંમ તથા નીલગીરી નું તેલ લગાવી પછી શેક કરવાથી આરામ મળે છે.
તે ઉપરાંત જે લોકોને બ્લડપ્રેશર ની સમસ્યા ન હોય તેવા લોકોએ મીઠાનો નાનો કટકો મોં માં મુકવાથી પણ આરામ થાય છે. બીજો ઉપાય છે જ્યારે 1 કપ પાણીમાં મરીનો પાઉડર ઉમેરી તે ચોથા ભાગનું થાય પછી તેનો સવાર સાંજ ઉપયોગ કરવાથી જમા થયેલો કફ દૂર થઈ જાય છે.
જ્યારે જમા થયેલો કફ હોય તેને માટે લસણની કળી ખાવાથી પણ કફ દૂર થઈ જાય છે તે ઉપરાંત નાના બાળકો ને છાતીમાં કફ થયેલો હોય તો ગાય નું ઘી લગાડવાથી જમા થયેલો કફ ઝડપથી દૂર થઈ જાય છે.
તે સિવાય છાતીમાં જમા થયેલા કફ ને દૂર કરવા માટે લીંબુના રસમાં મધ મિક્સ કરીને અઠવાડિયામાં 3 વાર પીવાથી આસાનીથી આ સમસ્યા માંથી છૂટકારો મેળવી શકાય છે. તો મિત્રો કોરોનાથી બચવા માટે અવશ્ય આ ઉપાયનો ઉપયોગ કરીશું.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયો અને ઉપચારોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.