ઉધરસ, દમ, પેશાબમાં બળતરા જેવી અનેક સમસ્યાનો સૌથી સસ્તો ઈલાજ છે આ ઈલાયચી.

મિત્રો, આપણા રસોડા માં કેટલાક એવા મસાલા હોય છે જે સુગંધીદાળ હોય છે. એલચી પણ સુગંધીદાળ છે. પ્રાચીનકાળથી જ એલચી નો ઉપયોગ સુગંધ માટે અને એનાથી થતા લાભો માટે જાણીતી છે. એલચી નો ઉપયોગ મુખવાસ તરીકે પણ થાય છે. મસાલાઓ માં ઔષધ તરીકે પણ એલચી નો ઉપયોગ થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ભારત માં એલચી નું બજાર ખૂબ જ વિકસેલું છે. મિત્રો કેરાલા અને મલબાર માં એલચી નું ખૂબ જ ઉત્પાદન થાય છે. મિત્રો એલચી નો ઉપયોગ તો આપણે મીઠાઈ માં સુગંધ લાવવા માટે કરતા હોઈએ છીએ. મિત્રો જો તમને આંખ માં બળતરા કે તમારા આંખો નું તેજ ઓછું થાય તો એલચી અને શેકેલી હિંગ નું ચૂર્ણ ત્રણ ગ્રામ દૂધ અને ઘી સાથે સેવન કરવાથી લાભ થાય છે.

એલચીનું ચૂર્ણ અને સાકર સરખે ભાગે લઇ ને તેમાં દિવેલ નું તેલ મિક્સ કરી દરરોજ સેવન કરવાથી મિત્રો આંખો ની નબળાઈ દૂર થાય છે. મિત્રો જો કોઈ ને મૂત્રરોગ નો પ્રોબ્લેમ થાય તો એલચી ને મધ સાથે ચટાડવાથી ફાયદો થાય છે. જો મિત્રો તમને ઉલટી કે ઉબકા થતા હોય તો દાડમના શરબત માં એલચીના ભુકા ને નાખીને પીવાથી ફાયદો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો રક્તપ્રદર માં એલચી દાણા, કેસર, જાયફળ, વાંસકપુર, નાગકેસર, અને શંખજીરું આ 6 ઔષધ નું ચૂર્ણ રોજ 2 ગ્રામ 2 વાર મધ સાથે સાકર અને ઘી નાખીને 14 દિવસ સુધી લેવાથી ઘણો લાભ થાય છે. મિત્રો જો તમને અશક્તી થઈ હોય તો ખજૂર , દ્રાક્ષ,અને એલચી ને મધ માં નાખી ને ખાવાથી ઘણો ફાયદો થશે

જો ઉધરસ અને દમ માટે પણ આ ખાવાથી ઘણો ફાયદો થાય છે. ઉલટી થતી હોય તો એલચીના છોતડા ને બાળી ને મધ સાથે ચાટવાથી ગણો ફાયદો થાય છે. જીવ મુંઝાતો હોય ત્યારે એલચીના ભુકા ને મધ સાથે ચાટવાથી રાહત થાય છે. મૂત્રરોગ અને શુક્રરોગ માં એલચી અને શેકેલી હિંગનું ચૂર્ણ ત્રણ ગ્રામ દૂધ અને ઘી સાથે લેવાથી ફાયદો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આખી એલચી ને ખાંડી ને તેમાં દૂધ અને થોડું પાણી નાખી ને ઉકાળો, ઠંડુ પડે એટલે તેમાં સાકર નો ભૂકો નાખીને અડધા અડધા કલાકે પીવાથી પેશાબ છૂટથી આવે છે.
જો મિત્રો તમને પેશાબ માં બળતરા થતી હોય તો સૂંઠ અને એલચી સરખા ભાગે લઈને તેને દાડમ ના રસ માં કે દહીં ના પાણી માં કાળું મીઠું નાખીને પીવાથી બળતરા મટી જાય છે.

જો મિત્રો તમને પેટ માં દોષનો અવરોધ હોય તો એલચીને ઘી ના દિવા પર થોડી બાળીને પાવડર કરી મધ સાથે ચાટવાથી રાહત થાય છે. એલચી, બિલા, દૂધ અને પાણી મિક્સ કરીને દૂધ બાકી રહે ત્યાં સુધી ઉકાળીને પીવાથી તમામ પ્રકારના તાવ મટી જાય છે.

જો મિત્રો તમને હરસ-મસા ની સમસ્યા હોય તો શંખજીરું, નાગકેસર, જાયફળ, કપૂર, કેસર અને એલચી ના દાણા સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવવું, તેમાંથી એક નાની ચમચી ચૂર્ણ લઇ મધ, ઘી અને સાકર માં નાખી મિક્સ કરી સવાર સાંજ 15 દિવસ સુધી સેવન કરવાથી લાભ થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment