દૂધ પીવાની સાથે તેની આડઅસરો પણ જાણીલો.

દુધ એક સંપૂર્ણ ખોરાક છે જેમાંથી બધાજ પોષકતત્વો મળે છે. તેથી અન્ય ભોજનની સાથે દુધ પીવું ખુબજ આવશ્યક છે. કોઈ પણ બીમારી સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવા દૂધ ખુબજ અનિવાર્ય છે. પરંતુ તેની સાથે કઈ ચીજો ન ખાવી જોઈએ તેની ખુબજ કાળજી રાખવી જરૂરી છે નહિતર તે ઝેર સમાન બની જાય છે. નાના બાળકો ને જન્મથી જ દૂધ આપવામાં આવે છે. જેના લીધે બધા જ વિટામિન મળી જાય છે. જેથી મોટા વ્યક્તિઓએ પણ દૂધ નું સેવન કરવું જોઇએ. તે પાલતુ પ્રાણીઓ દ્વારા મેળવવા માં આવે છે. દૂધ ન ખાનારા વ્યક્તિઓમાં 40 વર્ષ પછી બીમારીનું પોટલું આવી જાય છે. નાના બાળકોને દરરોજ દૂધ આપવું જોઈએ. પરંતુ ક્યાં સમયે આપવું તેનો ચોક્કસ ખ્યાલ હોવો જોઇએ અને દૂધ પછી શું ખાવાનું ન આપવું તેની ચર્ચા કરીશું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દૂધ ની સાથે રોટલો, રોટલી, ભાખરી વગેરે ખાઈ શકાય છે પરંતુ ભોજન બાજ દૂધ ન પીવું જોઈએ. કારણ કે એ ભોજન સમાન ગણાય છે. દૂધ ને પચવામાં વાર લાગે છે તેથી ભોજન બાદ કે ભોજન પછી દૂધ ન પીવું જોઈએ. તેના લીધે પેટ સંબંધી બીમારીઓ શરુઆત થાય છે. તેના લીધે ઝાડા પણ થઈ શકે છે. એક ભાખરી કે બે ભાખરી અથવા બે રોટલી કે ચાર રોટલી ખાતા હોય તો તેની સાથે અડધો ગ્લાસ દૂધ પીવું જોઈએ કારણ કે દૂધ એ સમતોલ આહાર છે. વધુ ભોજન લેવાથી પાચનક્રિયા મંદ પડે છે જેના લીધે કબજિયાત અને અજીર્ણ જેવું થાય છે.

દૂધ પીધા પછી ખટાશવાળું, આથાવાળું, ફલસાન કે કોલ્ડડ્રિન્ક, મસાલેદાર અને ચટપટું ન ખાવું જોઈએ. તેના કારણે ચામડી ના રોગો જેવા કે કોઢ અને એસિડીટી, ગેસ, અરુચિ, અપચો વગેરે થવાની સંભાવના પૂરેપૂરી રહે છે. ફ્રૂટ્સલાડમા દૂધ સાથે ફળો રહેલા છે. કોઇપણ ફ્રુટ સાથે દૂધ નું સેવન ન કરવું જોઈએ. માત્ર દૂધ સાથે કેરી લઇ શકાય છે અને બીજા ફ્રુટ સાથે દૂધ ખાવાથી રોગો ને આમંત્રણ મળે છે. લસણ અને ડુંગરી સાથે ક્યારેય દૂધ ના ખાવું જોઈએ જેના કારણે કોઢ થવાની પૂરેપૂરી સંભાવના
રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દુધને જ્યારે આચરથી ફીણ સાથે કાઢેલું હોય તેને પીવાથી ખુબજ સારો ફાયદો થાય છે. અથવા ઉકારીને ઠારી પછી પીવાથી બધાજ પોષકતત્વો મળી રહે છે. દહીં સાથે દૂધને કયારેય ન પીવું જોઈએ જેના કારણે તેમાં રિએક્શન આવે છે અને પેટ બગડે છે અને પેટ ના રોગો ઉદભવે છે. દહીને બપોરે જ લેવુ જોઇયે.

દૂધ નો ઉપયોગ હંમેશા રાત્રે પીવું જોઈએ જેના કારણે ઊંઘ સારી આવે છે. તેમાં પણ ભેંસ નું દૂધ સૌથી ઉત્તમ છે. ઓછું ભોજન કરીને દૂધ પીવું જોઈએ. વધુ વજન વાળા માણસો એ ગાયનું દૂધ પીવું જોઈએ. જેના કારણે વજન વધશે નહીં. ગાયનું દૂધ એ સર્વોત્તમ ગણાય છે. જો કફ ની બીમારી હોય તો હળદર નાખીને પીવું જોઈએ. ગરમ કરીને પીવાથી તેની પૌષ્ટીકતા મળે છે. ગીર ગાયનું દૂધ સોથી શ્રેષ્ટ માનવામાં આવે છે કારણ કે તે ઓછા ફેટ, વધુ એનર્જી વાળું હોય છે. જે વજનને પણ કાબુમાં રાખે છે. ઠંડુ દૂધ ક્યારેય ન પીવું જોઈએ. એકલું દૂધ પીવું જોઈએ તેમાં ખાંડ નાખવાથી પોષક તત્વો નાશ પામે છે આથી જ દૂધ એક સમતોલ આહાર છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય શેર કરો.

Leave a Comment