આયુર્વેદ

શાકાહારી ભોજનમાં કરો સામેલ પાંચ વસ્તુઓ અને મેળવો ઈંડા જેટલી તાકાત

આપણે સૌ જાણીએ છીએ કે ઈંડામાં ખુબજ તાકત હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.શિયાળામાં ઈંડા ખાવાથી હૂંફ મળે છે. લોકોને ઈંડા ખાવા ગમતા નથી.કારણ કે સ્મેલ ખુબજ તીવ્ર હોય છે. જે લોકો શાકાહારી છે તેવા લોકો ઈંડા ખાવાનું પસંદ કરતાં નથી.એવું નથી કે ઈંડા ખાવાથી જ શક્તિ મળે પણ શાકાહારી ખોરાક લેવાથી પણ ખુબજ તાકત મળે છે.

ચાલો જાણીએ શાકાહારી ખોરાકનો ભોજનમાં સમાવેશ વિશે

ભારતીય લોકો માં દાળ એ મુખ્ય ખોરાક છે. ભોજન માં દાળ, ભાત,રોટલી,શાક વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે.ઘણા લોકોના ઘરે દરરોજ કઠોર બનાવવામાં આવે છે. તેમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હાજર હોય છે.તાવ કે કોઈ પણ બીમારી થી બચવા રોજ દાળ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે.

શિયાળામાં તાજા વટાણાને ખોરાક માં લેવાથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે.તેમાં ગરમી વધારે હોવાથી શિયામાં તેને પરાઠા, શાક તથા મીઠી વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે.

દૂધ દહીંમાં વધુ પ્રોટીન હોવાથી તેનો ભોજન માં ઉપયોગ થાય છે. પરંતુ શિયાળામાં દહીં નો ઓછો ઉપયોગ હોવાને કારણે દૂધ તો બન્ને ટાઈમ ખાવામાં ઉપયોગ માં લેવાય છે.દૂધ માંથી બનતી વસ્તુઓ જેવી કે પનીર,બટર, ચીજ વગેરેનો ઉપયોગ ફાયદાકારક છે.તેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે કારણકે દૂધમાંથી બધાજ વિટામિન મળે છે.

લીલા શાકભાજીમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોવાથી તેને ખજાના તરીકે ઓળખવામાં આવે છે લીલા શાકભાજી માં પાંદડાં વાળા શાકભાજી જેવા કે મેથી પાલક વગેરે નો સમાવેશ કરવામાં આવે છે. તેમાં વધુ વિટામિન હાજર હોય છે જે શરીરને તાકત આપે છે.

શિયાળામાં પુષ્કર પ્રમાણમાં કાજુ,બદામ,અંજીર વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત કિસમિસ,પિસ્તા પણ ખાવાથી વધુ પ્રમાણમાં ગરમી મળે છે જેના કારણે પ્રોટીનથી ભરપૂર એવો ખોરાક ખુબજ ફાયદાકારક છે. વધુ પ્રોટીન વાળો ખોરાક ચહેરા પર ગ્લો લાવે છે અને શરીરની બધીજ જરૂરિયાત પૂરી પાડે છે.એવું જરૂરી નથી કે ઈંડામાંથીજ પ્રોટીન મળે પરંતુ આ શાકાહારી ખોરાક લેવાથી પણ વધુ પ્રોટીન મળે છે.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *