મહુડાનાં વૃક્ષ બધી જ જગ્યાએ જોવા મળે છે તેમ ખાસ કરીને જંગલમાં,ગામડામાં વગેરે આપોઆપ ઉગી નીકળે છે.તથા તેની છાયા માટે બગીચા, ખેતરોમાં વગેરે જોવા મળે છે.તેની ઊંચાઇ ૩૦-૪૦ ફૂટ અને તેના પાન ૩-૪ ઈંચ ના જોવા મળે છે.ઔષધ માં મહુડાનાં ફૂલો કામ કરે છે.તેમાં ફૂલ મોતી જેવા મોટા ,પીળા સફેદ રંગના જોવા મળે છે.
ઉનાળા માં તેના ફૂલ પાકે એટલે તેને વીની ને સૂકવવામાં આવે છે.તેને શેકીને ખાવામાં આવે છે.તેના રોટલા અને ફૂલ માંથી પુંકેસર દૂર કરી જીરાનો વઘાર કરીને શાક બનાવવામાં આવે છે.તેના ફૂલ મીઠા, શીતળ, વજન વધારનાર છે. તથા વીર્ય વધારનાર છે.ચાલો, જાણીએ મહુડાનાં ઉપયોગો
- શરદી અને તાવ માટે: મહુડાનાં ફૂલ નો ઉકાળો બનાવી સવાર-સાંજ પીવાથી શરદી દૂર થાય છે. તથા તેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે.તેના ફૂલ ને દૂધ માં ઉકારીને પીવાથી શરદી તાવ મટે છે. તથા તેના ફૂલ નેહરદાર નાખી ઉકારો બનાવી પીવાથી તાવ અને શરદી મટે છે.
- વાત, પિત્ત અને કફ માટે:મીઠું,અજમો મહુડાનાં ફૂલ તથા હરદર નો ઉકાળો બનાવી નાસ લેવાથી કફ ,પિત્ત દૂર થાય છે.
- સાંધાના દુખાવા માટે: શરીર ના કોઈ પણ ભાગ માં થતા દુખાવામાં જેવા કે માંસપેશીઓ, સાંધાના દુખાવા વગેરે માં મહુડાનાં તેલ ની માલિશ કરવાથી દુખાવા દૂર થાય છે.
- પુરાની ખાંસી માટે: મહુડાનાં ફૂલ ને દૂધ માં ઉકારી ૧૦-૨૦ દિવસ સુધી લેવાથી ખાંસી માટે છે. તથા નાના બાળકોને તેલ ની માલિશ કરવાથી આરામ મળે છે.
- વિષ ઉતારવા માટે: મહુડા ના ફૂલ ને પીસી ને તે જગ્યા પર લેપ કરવાથી વિષ ફેલાતું નથી અને તેમાં રાહત થાય છે.
- આંખો માટે : મહુડાનું મધ આંખોમાં લગાવાથી આંખોની રોશની આવે છે. તથા આંખોની સફાઇ કરી શકાય છે.તથા તેની ખુજલી અને પાણી આવતું બંધ થઈ જાય છે.
- કમજોરી માટે : મહુડાનાં ફૂલ ને ૧ ગ્લાસ દૂધમાં ઉકારી ને પીવાથી શરીર ની નબળાઇ દૂર થાય છે.
- દાંતની પીડા માટે : મહુડા ના મધ ને નાના બાળકોને ચટાડવાથી જલ્દીથી દાંત ફૂટે છે. તથા તેનું દાતણ કરવાથી દુખતા દાંત,પેઢાં માંથી લોહી વગેરે તકલીફમાંથી દૂર થાય છે
મિત્રો, આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.