શું તમને અશક્તિ અને નબળાઇ છે ? તો કરો આ ઉપાય….

આજના જમાના માં લોકો બહાર નું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે.જે ભેળસેર વાળું અને વાસી હોય છે. તેમાં વધારે મસાલા નો ટેસ્ટ હોવાને કારણે તમારા શરીર ની તંદુરસ્તી બગાડે છે.વધતી ઉંમર ,બેઠાડું જીવન અને એલોપથી દવાને કારણે અશક્તિ અને નબળાઇ આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અશક્તિ અને નબળાઈ ના લક્ષણો:-

  • શરીર માં અશક્તિ ના કારણે કામ કરવામાં બેચેની લાગે છે
  • સ્ફૂર્તિ નો અભાવ જોવા મળે છે.
  • સતત થાક નો અનુભવ થાય છે.
  • અશક્તિ ના કારણે લોહી ની કમી જોવા મળે છે.
  • શરીર માં ધ્રુજારી ,ચક્કર તથા બેચેની રહે છે.
  • તાવ આવવો,ખોરાક પર અરુચિ રહે છે.
  • શરીર માં નબળાઈ આવવાથી મન અશાંત રહે છે

અશક્તિ અને નબળાઈ દૂર કરવાના ઉપચારો:-

  • ૧-૧ ચમચી જેઠીમધનું ચૂર્ણ સવાર -સાંજ ચાટી તેના ઉપર એક કપ દૂધ પીવાથી શક્તિ તેમજ મન અને મગજ ની શાંતિ થાય છે.
  • વડ ના દૂધ ને પતાસા સાથે લેવાથી હદય ,મગજ તથા શરીરની નબળાઈ દૂર થાય છે.
  • ખજૂર ,એલચી અને દ્રાક્ષ મધ માં ચાટવાથી અશક્તિ દૂર થાય છે.
  • ૧૦૦ ગ્રામ ખજૂર,૫૦ ગ્રામ દ્રાક્ષ તથા કિસમિસ દરરોજ ખાવાથી સુકલકડી શરીરદર્દી નું લોહી નવું બને છે તથા જેનું વીર્ય ક્ષીણ થયું હોય તેને નાસ્તામાં પિંડખજૂર ફાયદાકારક છે.
  • ૨૦-૨૫ નંગ ખજૂર ખાઈ એક પ્યાલો દૂધ પીવાથી તરત જ સ્ફૂર્તિ આવે છે.
  • ૧૦ ગ્રામ ચરોરી ને ગોળ સાથે ખાવાથી શક્તિ મળે છે.
  • ગાજર નો રસ તથા એક કપ દૂધ માં મધ નાખીને પીવાથી શક્તિ મળે છે.
  • જમ્યા પછી એક-બે કેળાં ખાવાથી શક્તિમાં વધારો થાય છે.
  • દૂધ માં અંજીર ઉકારી તે ચાવીને ખાઈ લીધા બાદ દૂધ પીવાથી અશક્તિ દૂર થાય છે.
  • ખજૂર ખાઈ ઉપરથી ઘી મેળવેલ દૂધ પીવાથી લોહી નીકળેલા ઘ માં રાહત થાય છે.
  • સફેદ ડુંગરી ને ઘી માં શેકીને ખાવાથી ધાતુ ની નબળાઈ, શારીરિક નબળાઈ તથા ફેફસા ઇ નબળાઈ દૂર થાય છે.
  • દૂધ માં બદામ ,પિસ્તા કાજુ ,એલચી,કેસર અને ખાંડ નાખીને પીવાથી શક્તિ માં ખુબજ વધારો થાય છે.
  • દૂધ માં અંજીર અને બદામ નાખી ને પીવાથી લોહી ની શુદ્ધિ તથા ગરમી માટી જાય છે.
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો તમને આ આર્ટિકલ ગમ્યો હોયઅને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment