પહેલાના સમય માં લોકો દેશી વસ્તુઓનો ઉપયોગ કરતાં હતાં.ખાસ કરીને ઘર ની ચીજો ખાવાનું પસંદ કરતાં હતાં પરંતુ અત્યારના સમય માં લોકો બજારની વસ્તુઓ વધારે પસંદ કરતાં હોય છે. તેથી રોગો નું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.તો ચાલો ઘી ના ફાયદા વિશે જાણીએ.
કોષોને મળતું પોષણ:- સવારે ભુખ્યા પેટે શરી ના કોષોને ખાસ પોષણ મળે છે.ઘી તંદુરસ્ત શરીર માટે એક સારો વિકલ્પ છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે.મૉટે ભાગે રાંધેલા ભોજનમાં ખાવા કરતા કાચું ખાવું ખૂબ ફાયદાકારક છે.તે નાનાઆંતરડા માટે ઘી ખૂબ જ ફાયદો કરે છેતેની કામ કરવાની ક્ષમતા વધી જાય છે.જે લોકો ને પેશાબ ની સમસ્યા હોય તેને ઘી એસિડિક પીએચ માં ઘટાડો કરે છે અને યુરિનનો ચેલ ઘટાડે છે.તે એન્ટિઓક્સિડન્ટ નો સ્ત્રોત હોવાથી શરીરમાંથી ditoxs કરીને ઓક્સિકરણ ની પ્રક્રિયા ને વધારે છે.
કોશિકાઓને મળતું પોષણ:- આયુર્વેદ ના માટે સવારે ભુખ્યા પેટે ઘી પીવાથી કોષો અને પેશીઓને પોષણ મળે છે.તે વજન ઘટાડવામાં મદદ કરે છે.ઘીમાં બ્યુટીરીક એસિડ હોવાને લીધે ટ્રાયગ્લીસરાઇડ નું સાંકળ ને ચરબીમાં જમા થતી અટકાવે છે.તે કોલેસ્ટેરોલ ઘટાડી ચરબી ને દૂર કરે છે.
સવારે ઘી નું સેવનથી મળતું પોષણ:- આયુર્વેદ અનુસાર ભુખ્યા પેટે ઘી ચાટવાથી કોષોને પોષણ મળે છે.તથા રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે.ઘી માં મુખ્ય પાંચ તત્વ હોય છે જેવા કે અંતરિક્ષ,પૃથ્વી,અગ્નિ,હવા અને પાણી જેવા તત્વો ને સમૃદ્ધ બનાવે છે.આ પાંચ રસ ન કારણે વાળ અને ત્વચા ઉપર ખૂબ પ્રભાવ પડે છે.શુદ્ધ ઘી એ શરીર ને શુદ્ધ કરવાની એક કુદરતી સ્રોત છે.
સવારે ઘી નું સેવન માં એક ચમચી ગરમ ઘી ગરમ પાણીમાં નાખી પીવાથી ફાયદો થાય છે.ઘી પીધા પછી ૩૦ મિનિટ બાદ કંઈ પણ ખાવું ન જોઈએ.
સવારે ભુખ્યા પેટે ઘી નું સેવન કરવાના ફાયદા:-
જે લોકો ને સૂકી ઉધરસ થઈ હોય તેના માટે ઘી ખુબજ ફાયદા કારક છે.એક ચમચી હળદર અને એક ચમચી ઘી પાણી માં મિક્સ કરી જ્યુસ બનાવી રોજ સવારે લેવાથી ચરબી ઘટાડી મેદસ્વીતા ઘટાડે છે.તે કુદરતી રીતે સાંધા ના દુખવા અને સ્થિતિસ્થાપકતા આપે છે.તે મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે તેથી ત્વચામાં ગ્લો આવે છે.
ઘી માં આવશ્યક એમિનો એસિડ હોવાથી ચરબી ને ઘટાડવામાં મદદ કરે છે. જો ઊંઘ ના આવતી હોય અને આંખોની આજુબાજુ ડાર્ક સર્કલ હોય તો તેને દૂર કરવા રાતે ઘી લગાવવાથી દૂર થાય છે.ઘી એમિનો એસિડ અને એન્ટિઓક્સિડન્ટ હોવાથી સૂકા અને વાંક વાળ માટે એક ઉત્તમ કંડીશનર છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.