ભારતમાં દરેક જગ્યાએ અશોક નું ઝાડ જોવા મળે છે.તેના પાન, ફળ, ફૂલ અને બીજ ના ખુબજ ફાયદા થાય છે.અશોક નું ઝાડ ક્યાંક જ જોવા મળે છે. તે લોકો ના ઘર આગળ જોવા મળે છે. અશોક નું ઝાડ બે પ્રકારનું જોવા મળે છે. જેમાં એક આંબા ના ઝાડ જેવું ફેલાયેલું જોવા મળે છે. જ્યારે બીજું ખુબજ લાંબુ જોવા મળે છે જે દરેક ઘર ની આગળ જોવા મળે છે.
અશોક આસોપાલવ એ અશોક નથી. અશોક ના ઝાડ અંબા જેવા વિશાળ-ઘેઘૂર હોય છે.તેના પાન આંબાના પાન જેવા અને ફળ ખૂબ જ કડવા જાંબુ જેવા હોય છે.
અશોક ઝાડ ના ગુણધર્મો:-
- તે કડવું,ગ્રાહી,શીતળ,વર્ણપદ તથા તૂરું હોય છે અને દેખાવે આસોપાલવ જેવું હોય છે.
- તે અપચો,દાહ,કૃમિ,સોજો,વિષ અને રક્તનાવિકારો ને દૂર કરે છે.તથા તેની છાલ લોહીવા અને રક્તપ્રદર મટાડે છે.
- અશોક ની છાલ સ્રીરોગો માટે ખુબજ ઉપયોગી છે.
- તેમાં લાલ રંગ ના બીજ તથા કેસરી રંગના ફૂલ જોવા મળે છે.
અશોક ઝાડ ના ઉપચારો:-
- એક ગ્લાસ બકરી કે ગાય ના દૂધ માં એક ગ્લાસ પાણી ઉમેરી તેને ઉકારી ઠંડુ થાય પછી તેમાં એક ચમચી ચૂર્ણ નાખી પીવાથી રક્તપ્રદર-લોહીવા માટે છે.
- સવાર-સાંજ જમ્યા પછી અશોકરિષ્ટ માં પાણી ઉમેરી પીવાથી રક્તવા તથા અનિયમિત માસિક માં રાહત થાય છે.
- ગર્ભાશય નો સોજો, સ્ત્રીબીજ છૂટું પડવું તથા યોગ્ય કદમાં મોટું થવું વગેરે માટે ઉપયોગી છે.
- તેનું અડધી ચમચી ચૂર્ણ લેવાથી ગાંઠ,સોજો, પેટના કૃમિ,ચામડી અને રક્ત ના રોગો માં ફાયદો થાય છે.
- અસ્થમા, શ્વાસ વગેરી જેવી તકલીફ દૂર થાય છે.
- ૫ ગ્રામ છાલ ના ચૂર્ણ ને દૂધ સાથે લેવાથી તૂટેલા હાડકા માં રાહત થાય છે.
- અશોક ના બીજ નું ચૂર્ણ બનાવી દૂધ સાથે લેવાથી માસિક નિયમિત આવે છે તથા પેશાબ ની તકલીફ દૂર થાય છે.
- અશોક ની છાલ થી બુદ્ધિ માં સરો એવો વિકાસ થાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરીવારજનો માં અવશ્ય share કરો.