શરીરમાં યુરિક એસિડ વધવાથી થાય છે આ 3 રોગો, આ રીતે કાબૂમાં રાખી લો યુરીક એસિડ ને
દોસ્તો સામાન્ય રીતે જ્યારે આપણા શરીરમાં યુરિક એસિડ માં વધારો થાય છે ત્યારે આપણને ઘણા બધા રોગો થવાનો ભય રહેતો હોય છે અને યુરિક એસિડ માં વધારો થવા પાછળ આપણે જે પણ ભોજનમાં વસ્તુઓનું સેવન કરીએ છીએ તેને જવાબદાર માનવામાં આવે છે.
જ્યારે આપણે દાળ, રાજમા, પનીર, ચોખા, આલ્કોહોલ, માસ વગેરે જેવી ચીજ વસ્તુઓનું વધારે પ્રમાણમાં આડેધડ સેવન કરીએ છીએ ત્યારે યુરિક એસિડ વધી જવાની સમસ્યા રહેતી હોય છે. સામાન્ય રીતે યુરિક એસિડ આપણા શરીરમાં જે પણ ઝેર હોય છે તેને ફિલ્ટર કરીને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે.
જ્યારે યુરિક એસિડને કાબુમાં રાખવામાં ન આવે તો આપણા શરીરમાં ઘણા બધા રોગો તો થાય જ છે સાથે સાથે હાથ પગના દુખાવા પણ શરૂ થઈ જતા હોય છે અને ઘણી વખત તો પથરી થવાનો પણ ભય રહેતો હોય છે. આ સાથે ઘણા લોકોને અંગૂઠામાં દુખાવો શરૂ થઈ જતો હોય છે.
જો યુરિક એસિડને સમયસર કાબુમાં રાખવામાં ન આવે તો તે વ્યક્તિ માટે ખૂબ જ ભયજનક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે યુરિક એસિડને કેવી રીતે કાબુમાં રાખી શકો છો અને તેને કાબુમાં રાખવા માટે તમે કઈ વસ્તુઓને ભોજનમાં સામેલ કરી શકો છો.
જ્યારે આપણા શરીરમાં યુરિક એસિડ માં વધારો થાય છે અથવા તો જ્યારે લોહીમાં યુરિક એસિડ ની સંખ્યામાં વધારો થઈ જાય છે ત્યારે પેશાબમાં અચાનક તીવ્ર દુખાવો શરૂ થઈ જતો હોય છે અને આ દુખાવો એટલો બધો અસરકારક હોય છે કે તમારે ડોક્ટર પાસે જવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. આવી સ્થિતિમાં તમે ઘરે વધારે પ્રમાણમાં પાણીનું સેવન કરી શકો છો.
ઘણી વખત તો જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે ત્યારે પેશાબમાંથી લોહી આવવાનું શરૂ થઈ જતું હોય છે અને તમારા પેશાબમાં પણ અચાનક લોહી આવવાનું શરૂ થઈ જાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા શરીરમાં કોઈ રોગ છે અથવા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું છે.
તમે યુરિક એસિડને કાબુમાં રાખવા માટે ફાઇબરથી સમૃદ્ધ હોય તેવા ભોજન નું સેવન કરી શકો છો. આ સાથે તમે આખા અનાજ, સ્ટ્રોબેરી, સંતરા, સફરજન જેવા ફળ ખાઈ શકો છો. તમે આ સિવાય પણ અન્ય શાકભાજીનું સેવન કરી શકો છો.
જેમાં મૂરાના પાન, સૂકી ભાજી, કોબી લીલા ધાણા, ફુદીનો, આમળા, બીટ વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે અહીં જે પણ માહિતી જણાવવામાં આવી છે તે અન્ય લેખ આધારિત છે. તમે કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.