દોસ્તો એક સંશોધન અનુસાર જો તમે દિવસમાં વધારે પ્રમાણમાં વિટામિન એનું સેવન કરવા લાગો છો તો ધીમે ધીમે તમારા હાડકા નબળા પડવા લાગે છે. વળી જ્યારે હાડકા નબળા પડી જાય છે ત્યારે અનેક રોગો થવાનો સમય લાગે છે.
20 વર્ષ બાદ હાડકા ની મજબૂતાઇ ઘટી જાય છે. હાડકાંની મજબૂતી બનાવવા માટે વિટામીન ડી, પ્રોટીન, વિટામિન એ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જોકે આજે યુવાનીમાં લોકો એવી કેટલીક વસ્તુઓ ખાવા લાગે છે, જેનાથી તેમના હાડકા નબળા પડવા લાગે છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
એક સંશોધન અનુસાર જે ચીજ વસ્તુઓમાં મીઠું વધારે હોય છે. તેમાં હાડકા નબળા પડવા લાગે છે. જેમાં પેકિંગ ચિપ્સ, ચીજ, બર્ગર, સનેક્સ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. જો તમે યુવાનીમાં આ વસ્તુઓ ખાતા હોય તો તેનાથી બચવાની જરૂર રહેશે.
પાલક અને લીલા શાકભાજીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી હાડકા નબળા પડવા લાગે છે. પાલક અને લીલા શાકભાજીમાં ઓક્સાલેટનું પ્રમાણ વધારે હોય છે. જે સારું માનવામાં આવતું નથી. તેથી તમારે મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાનું રહેશે.
સામાન્ય રીતે આલ્કોહોલ નું સેવન સારું માનવામાં આવતું નથી. એક અભ્યાસ સૂચવે છે કે આલ્કોહોલ શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપ પેદા કરાવે છે. જેનાથી તમારા હાડકા નબળા પડવા લાગે છે.
આ સાથે કોફીમાં કેફીન ની માત્રા વધારે હોય છે. તેથી આપણા શરીરમાં કેલ્શિયમ ની ઉણપ પેદા થાય છે. તેથી તમારે હંમેશા મર્યાદિત માત્રામાં ચા અને કોફીનું સેવન કરવાનું રહેશે.