દોસ્તો સામાન્ય રીતે યૂરિક એસિડ આપણા શરીરને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે આપણા શરીરમાં યુરિક એસિડ ની માત્રા વધી જાય છે ત્યારે આપણને સંધિના નામની સમસ્યાનો સામનો કરવો પડે છે. વળી જ્યારે લોહીમાં યુરિક એસિડ વધી જાય છે તો તે આપણા માટે નુકસાનકારક માનવામાં આવે છે.
યુરિક એસિડને કાબુમાં લાવવા માટે વિવિધ પ્રકારની દવાઓનું સેવન કરવામાં આવતું હોય છે. જે સાથે ઘણા બધા કુદરતી ઉપાયો પણ છે જેનાથી તમે ઘરે બેઠા યુરિક એસિડના લેવલને કાબુમાં લાવી શકો છો. જે યુરિક એસિડ ના સ્તરને તો નિયંત્રણમાં લાવે છે સાથે સાથે તમારા માટે દવાની જેમ કામ કરે છે.
જો તમે પણ હાઈ યુરિક એસિડ ની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તમારે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ. જે ખૂબ જ મહત્વપૂર્ણ અને જૂનો ઉપાય માનવામાં આવે છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી આપનું શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરમાં જે પણ કચરો હોય છે તે પેશાવા માટે બહાર નીકળી જાય છે. તેથી તમારે દરરોજ આઠથી દસ ગ્લાસ પાણીનું સેવન કરવાનું જોઈએ.
યુરિક એસિડનું સ્તર હોય છે તેને કાબુમાં લાવવા માટે ભોજનમાં પણ બદલાવ કરવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તમારે દિવસ દરમિયાન પ્યુરીન વાળા ખોરાક ખાવા જોઈએ અને મર્યાદિત પાત્રમાં ખાવું જોઈએ. આ સાથે તમે ઓર્ગન મીટ, રેડમીટ જેવી માછલીઓનું સેવન કરી શકો છો. આ સાથે તમે ઓછા ચરબીવાળા ડેરી ઉત્પાદનો, અનાજ અને શાકભાજી વગેરેનું સેવન કરી શકો છો.
જો તમે દિવસ દરમિયાન કસરત કરો છો તો તમારા શરીરમાં યુરિક એસિડ ની માત્રા વધતી નથી. તમારે દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરવી જોઈએ. જેમાં તમે ચાલી શકો છો કરી શકો છો સાયકલ ચલાવી શકો છો જેવી કસરત કરી શકો છો જેનાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે અને કીડનીના કાર્યમાં પણ વધારો થાય છે, જેનાથી યુરિક એસિડ નિયંત્રણમાં રહે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે લીંબુનો રસ પણ યુરિક એસિડને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે. કારણ કે તેમાં સાઈટ્રિક એસિડ મળી આવે છે જે શરીરમાં ઉત્સર્જન ને પ્રોત્સાહન આપે છે. આ માટે તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નીચોવી સવારે ખાલી પેટ પીવું જોઈએ જેનાથી આપણા શરીરમાં યુરિક એસિડનું સ્તર વધતું નથી અને શરીરમાં કોઈ પણ રોગ થતો નથી.
આ સાથે અમુક પ્રકારની હર્બલ ચા પણ યુરિક એસિડની નિયંત્રણમાં લાવવામાં અને શરીરની બહાર કાઢવામાં ખૂબ જ આસાનીથી ફાયદો કરાવે છે. જેનાથી યુરિક એસિડ ના ઉત્સર્જન ને પ્રોત્સાહન મળે છે અને કિડનીના કાર્યને ટેકો મળે છે. જેનાથી આપણને યુરિક એસિડ ના સ્તરને નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તેથી તમારે અવશ્ય હર્બલ ટી નું સેવન કરવું જોઈએ.