રસોડામાં રહેલી આ 2 વસ્તુ ધમનીમાં જામેલ ખરાબ કોલેસ્ટ્રોલને કરી દેશે દૂર, આ રીતે ખાઈ લો…
દોસ્તો આજના આધુનિક સમયમાં મોટી સંખ્યામાં લોકો કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોલેસ્ટ્રોલ આપણા લોહીમાં જોવા મળતો એક પદાર્થ છે, જે દેખાવમાં મીણ જેવો હોય છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે જેમાંથી એક કોલેસ્ટ્રોલને સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે અને એકને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે.
આ સારું કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં હૃદય સાથે જોડાયેલી બીમારીઓની આપણને દૂર રાખે છે. જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક અને અન્ય હૃદય સાથે જોડાયેલી બીમારીઓને શરીરમાં નિમંત્રણ આપે છે. આ માટે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું ખૂબ જ આવશ્યક બની જાય છે.
જો તમે પોતાના શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવા માંગતા હોય તો તમે પોતાના રસોડામાં રહેલી બે વસ્તુઓનું સેવન કરી શકો છો. આ બંને વસ્તુઓ આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલોને દૂર કરીને બ્લડ સુગર, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓને કાબુમાં રાખે છે અને હૃદયને હંમેશા સ્વસ્થ બનાવીને રાખવાનું કામ કરે છે. તો ચાલો આપણે આ બે વસ્તુઓ વિશે જાણીએ.
આયુર્વેદમાં હળદરને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. હળદરમાં ઔષધીય ગુણધર્મો મળી આવે છે. જેમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામીન, કાર્બોહાઇડ્રેટ જેવા પોષક તત્વો અને ખનીજો આવેલા હોય છે. આ સાથે તેમાં એન્ટી ગુણધર્મો પણ મળી આવે છે. જે આપણી ધમનીઓમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરીને ધમનીઓને સ્વચ્છ બનાવે છે. આ માટે તમે થોડીક હળદર, નવશેકું પાણી અને દૂધનું સેવન કરી શકો છો.
આ સિવાય મેથીના દાણા પણ ખરાબ કોલેસ્ટ્રોલોને દૂર કરવાનું કામ કરે છે અને શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલોને નિયંત્રણમાં લાવી દે છે. કારણ કે મેથીના દાણામાં પણ કેલ્શિયમ, ફોલિક એસિડ, પોટેશિયમ, કોપર, ફાઇબર જેવા પોષક તત્વો મળી આવે છે.
આ સાથે તેમાં ઘણા બધા પ્રકારના વિટામિન્સ પણ મળી આવે છે, જે કોલેસ્ટ્રોલના વધારાના ઉત્પાદનને રોકવામાં ખૂબ જ મદદ કરે છે. વળી તેનું સેવન કરવાથી શરીરમાં જામી ગયેલું ખરાબ કોલેસ્ટ્રોલ બહારની નીકળી જાય છે અને સારું કોલેસ્ટ્રોલ વધે છે. જેનાથી તમને હૃદય રોગનો સામનો કરવો પડતો નથી.
તમે ખરાબ કોલેસ્ટ્રોલોને ઘટાડવા માટે વિવિધ પ્રકારના લીલા શાકભાજીનું પણ સેવન કરી શકો છો. જો આપણે મેથીની વાત કરીએ તો તમારે તેનું સેવન કરવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા રાતે પલાળી દેવા જોઈએ અને બીજા દિવસે સવારે ઊઠીને આ પાણીનું સેવન કરવું જોઈએ અને મેથીના દાણા ચાવીને ખાઈ લેવા જોઈએ.