આયુર્વેદ

વાત, કફ, પિત્તને સંતુલિત રાખે છે આ પ્રકારનો ખોરાક, આજે જ આ વસ્તુઓ ખાવાની શરૂ કરી દો…

વાત, કફ, પિત્તને સંતુલિત રાખે છે આ પ્રકારનો ખોરાક, આજે જ આ વસ્તુઓ ખાવાની શરૂ કરી દો…

દોસ્તો આપણા શાસ્ત્રો પ્રમાણે જે પણ વ્યક્તિ જેવો ખોરાક ખાય છે, તેની સીધી અસર તેના ચરિત્ર, વિચારો અને શરીર પર પડતી હોય છે. આ જ કારણ છે કે શરૂઆતથી જ ભોજનને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. જેમ કે સાત્વિક ભોજન, રાજસિક ભોજન અને તામશિક ભોજન…

હવે તમે વિચારતા હશો કે આ ત્રણે ભોજન વચ્ચે તફાવત શું છે. તો રાજસિક ભોજનમાં ત્રણ પ્રકારના મસાલા અને ઘી તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તામસિક ભોજનમાં માસ, માછલી અને બહારના ભોજનનો સમાવેશ કરવામાં આવે છે.

જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. આ સિવાય સાત્વિક ભોજન તમારા સ્વાસ્થ્ય માટે દવાની જેમ કામ કરે છે અને જો તમે સાત્વિક ભોજનનું સેવન કરો છો તો ત્રિદોષ એટલે કે વાત, કફ અને પીત હંમેશા નિયંત્રણમાં રહે છે.

સાત્વિક ખોરાક ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણા શરીરને પોષક તત્વોની ઉણપનો પણ સામનો કરવો પડતો નથી. સાત્વિક ખોરાક એકદમ કુદરતી હોય છે. તેને ખાવાથી આપણા શરીરને કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી અને પેટ પણ એકદમ હળવું લાગે છે.

વળી સાત્વિક ખોરાકમાં અંકુરિત અનાજ, મધ, ઘી, કઠોળ, દાળ આદુ, શુદ્ધ ખાંડ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાત્વિક ખોરાકનું સેવન કરવાથી આપણું શરીર શાંત રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે સાથે સાથે આપણને માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો નથી.

સાત્વિક આહારમાં 40% થી વધારે પોષક તત્વો આવેલા હોય છે. જે આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તમે વાયરલ રોગોનો સામનો કરતા નથી. જ્યારે તમે પ્રોસેસ ફૂડ અથવા જંગફુડનું સેવન કરો છો તો તેમાં રહેલા પોષક તત્વો એકદમ હાનિકારક હોય છે, જે તમને વિવિધ પ્રકારના સંક્રમણ થી ઘેરી લેતા હોય છે.

જો તમારું પેટ વારંવાર ફૂલી જતું હોય, માથાનો દુખાવો થતો હોય, ત્વચા ઉપર ખીલ થતા હોય, વારંવાર થાક લાગતો હોય તો આ ઝેરી પદાર્થોના સંકેત માનવામાં આવે છે પરંતુ આવામાં જો તમે સાત્વિક ભોજનનું સેવન કરો છો તો આપણા શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે.

સાત્વિક ભોજન વજન ઓછું કરવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ લાભ આપી શકે છે. તેમાં વિટામીન્સ, મિનરલ્સ અને પ્રોટીન પુષ્કળ માત્રામાં હોય છે, જે તમારી કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે અને તમને સંતુષ્ટ રાખે છે. સાત્વિક આહાર ખાવાથી આપણા શરીરમાં ફાઇબરની કમીને પૂરી કરી શકાય છે.

સાત્વિક આહારનું સેવન કરવાથી આપણું શરીર દિવસ દરમિયાન એકદમ ઉર્જાવાન બની રહે છે અને તમે સકારાત્મક રીતે પોતાનું જીવન વ્યક્તિત્વ કરી શકો છો. હવે તમે સમજી ગયા હશો કે સાત્વિક આહાર આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *