તમને જણાવી દઈએ કે આપણાં દેશમાં શેકેલા ચણાને નાસ્તાના સમયે અથવા તો ઘણીવાર જમ્યા પછી પણ ખાવામાં આવે છે. ચણામાં બદામ જેટલા પોષકતત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.
આ સિવાય તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ, ફાઈબર, ફેટી એસિડ હોય છે. શેકેલા ચણામાં બહુ ઓછી કેલેરી હોય છે જે વજન ઘટાડવા માટે મદદ કરે છે.
શેકેલા ચણા ખાવાથી બ્લડ પ્રેશર કટ્રોલમાં રહે છે. ચણાના સેવનથી રક્તનળીમાં થવાવાળા પરિવર્તનને ઓછા કરવામાં મદદ મળે છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આની માટે નાસ્તામાં કે પછી સાંજે ચણાનું સેવન કરો.
આજકાલ ઘણા લોકો પાચન સંબંધિત સમસ્યાથી હેરાન થતાં હોય છે. તેવા મિત્રોએ મેંદાથી બનેલ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને તેના બદલે શેકેલા ચણા ખાવા જોઈએ. તેમાં સારા પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન હોય છે જે પાચનને મજબૂત અને હેલ્થી બનાવે છે.
અમુક રિસર્ચ અનુસાર ચણાને નિયમિત ખાવામાં આવે તો હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. ચણા ઘણી રીતે કાર્ડિયોવેસકલુલર બીમારીઓને ઓછી કરવામાં ઉપયોગી થાય છે.
શેકેલા ચણામાં પ્રોટીન સિવાય મેગ્નેશિયમ અને ફોલેટ હોય છે જે લોહીની નસોને સ્વસ્થ અને મજબૂત કરે છે. હ્રદયને મજબૂત કરવા માટે શેકેલા ચણાનું સેવન કરો.
ડાયાબિટીસથી પીડાતા લોકો માટે શેકેલા ચણાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક હોય છે. શેકેલા ચણામાં ગ્લાઈસેમિક ઓછું હોય છે જે લોહીમાં શર્કરાને વધવાનું કારણ હોય છે. એટલે નિયમિત રીતે શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ.
એનીમિયા એટલે કે લોહીની કમીથી થતી બીમારી છે જે લગભગ મહિલાઓને જ થતી હોય છે. માસિક દરમિયાન અને ગર્ભવતી મહિલાઓને લોહીની કમી થતી હોય છે.
એવામાં ડૉક્ટર ચણા ખાવાની સલાહ આપતા હોય છે, ચણામાં સારા પ્રમાણમાં આયરન હોય છે જે લોહીની કમીને દૂર કરે છે. જે લોકોને લોહીની કમી હોય તેમણે નિયમિત શેકેલા ચણા ખાવા જોઈએ.
ઘણા બધા લોકો હોય છે જે પોતાનું વજન ઘટાડવા માટે અનેક પ્રકારની ડાયટ અને ઉપચાર કરતાં હોય છે. પણ તેમને કોઈ ખાસ પરિણામ મળતું નથી. એટલે તેમણે શેકેલા ચણાને ડાયટમાં શામેલ કરવા જોઈએ. શેકેલા ચણામાં બહુ ઓછી કેલેરી હોય છે જે તમારું વજન ખૂબ ઝડપથી ઓછું કરવામાં મદદ કરે છે.
શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે પણ આની સાથે હોર્મોનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અમુક શોધ અનુસાર શેકેલા ચણામાં એંટી ઓક્સિડેન્ટ, ફાઇટોન્યુટ્રીએટ્સ, ફાઇટો ઑસ્ટ્રોજન જેવા સ્ત્રોત હોય છે જે ઑસ્ટ્રોજનને સામાન્ય કરવામાં મદદ કરે છે.
મહિલાઓ જો શેકેલા ચણાનું સેવન નિયમિત કરે છે તો તેમને સ્તન કેન્સર, હાડકાંની બીમારી વગેરેનું જોખમ ખૂબ ઘટી જાય છે.