આજના ફાસ્ટ સમયમાં લોકોનો બસ ફક્ત એક જ લક્ષ્ય છે વધુને વધુ પૈસા કમાવવા. તમને જણાવી દઈએ કે આજના સમયમાં પૈસા કમાવવાની લાલચમાં વ્યક્તિ પોતાના પરિવાર સાથે તો સમય પસાર નથી જ કરી રહ્યો આ સાથે સાથે તે પોતાના શરીરનું પણ જોઈએ એવું ધ્યાન રાખી રહ્યો નથી.
જ્યારથી કોરોના આવ્યો અને તેના લીધે લોકડાઉન આવ્યું હતું ત્યારથી લોકો સતત ઘરે બેઠા કોઈને કોઈ કામ કરીને પૈસા કમાવવા માટેના અલગ અલગ તિકડમ લગાવતા થાય છે. એટલું જ નહીં જે લોકો વર્ક ફ્રોમ હોમ કરતાં હતા તેમને હજી પણ ઓફિસમાં જઈને કામ કરવું ફાવતું નથી.
હવે લોકો સ્માર્ટ વર્ક કરતાં થયા છે પણ સામે લોકોની મહેનત ઘટી ગઈ છે. શારીરિક શ્રમ ઓછો થવાને લીધે બહુ નાની નાની ઉમરના લોકોમાં હવે ઘણી ગંભીર બીમારી થવાનું જોખમ વધી જય છે.
આજે અમે તમને એવા અમુક નિયમો વિષે જણાવી રહ્યા છે જે અપનાવીને તમે તમારું આયુષ્ય ઘણા લાંબા સમય સુધી વધારી શકો છો અને સાથે જો તમે આ નિયમ અપનવશો તો તમે નીરોગી પણ રહેશો. તો ચાલો તમને જણાવી દઈએ આ ખાસ ઉપાય.
તમને જણાવી દઈએ કે આપણાં શરીરના બધા જ અંગ ખૂબ જરૂરી છે. એમાંથી સૌથી વધુ જરૂરી છે લીવરનું હેલ્થી રહેવું. લીવરને હેલ્થી રાખશો તો તમારું શરીર નીરોગી રહેશે.
આની માટે તમારે ચરબી વાળો અને કેલેરી વાળો ખોરાક લેવો જોઈએ નહીં. કેમ કે ઑ વધુ ચરબી એ લીવર સુધી પહોંચે છે તો તે જોખમી સાબિત થઈ શકે છે.
આજે લોકો દેખાડો કરવામાં અને એકબીજાનું જોઈને ટ્રેન્ડ ફોલો કરવામાં બહુ માનતા હોય છે. મોટાભાગના લોકો એકબીજાને જોઈને જ સીગરેટ પીવાનું શિખતા હોય છે. ઘણાને એવું હોય છે કે સીગરેટ પીવાથી તેઓ સ્ટાઇલિશ દેખાશે પણ એવું નથી સીગરેટ એ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકશાનકારક હોય છે.
બહારનું ખાવાનું તમને શોખ હોય કે પછી પસંદ હોય તો પણ તમારે પ્રયત્ન કરવો કે બહારનું ભોજન ટાળો. તમે ઈચ્છો તો 6 મહિના સુધી આ ટ્રાય કરી જુઓ તમે તમારી જાતે જ તમારા શરીરમાં ફરક જોઈ શકશો.
તમને જણાવી દઈએ કે ઉનાળાની ગરમીમાં તમને પણ ઠંડુ ઠંડુ પાણી અને ઠંડક આપતું ભોજન પસંદ હશે. પણ જો તમે તમારા પેટને હેલ્થી રાખવા માંગો છો તો આ ઠંડક આપતી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
શરીરની મોટા ભાગની મુશ્કેલીઓ પેટના બગડવાને લીધે જ થતી હોય છે. એટલે જો તમને લાગે છે કે કોઈ વસ્તુ ખાવા પછી તમારા પેટમાં કોઈ ગડબડ થઈ રહી છે તો એ વસ્તુઓ ફરીથી તમારે ખાવી જોઈએ નહીં.
જીભના ચટાકા જ્યાં સુધી ઓછા નહીં થાય ત્યાં સુધી તમે શરીરની કેર નહીં કરી શકો. એટલે જો તમે લાંબા સમય સુધી સારી રીતે જીવવા ને દવાખાનની મુલાકાત નથી લેવા માંગતા તો તમારે જીભને કંટ્રોલમાં રાખવી પડશે.