આ વસ્તુની 1 ચમચી લઈ લેશો તો શરીરની બધી જ ગરમી 5 મિનિટમાં નીકળી જશે બહાર…
દોસ્તો તમે તમારા જીવનમાં ગુલકંદનો ઉપયોગ ઘણીવાર કર્યો હશે. આજના દિવસમાં ગુલકંદનો ઉપયોગ મિલ્ક શેક અને પાનમાં કરવામાં આવે છે જે ખૂબ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે ગુલકંદ થી થતા બીજા ફાયદા વિશે જાણીશું.
ગુલકંદ આપણા સ્વાસ્થ્ય માટે મહત્વનો ભાગ ભજવે છે તથા આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક પણ છે. તેના સેવનથી આપણા શરીરમાં રહેલી બધી ગરમી દૂર થાય છે અને સ્વાસ્થ્ય તંદુરસ્ત પણ બને છે.
ગુલકંદની તાસીર બહુ જ ઠંડી છે જેના કારણે શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે. જેવી કે નબળાઈ ,એસીડીટી, અનિંદ્રા ,ત્વચાની સમસ્યા અને પેટની ગરમી પણ દૂર થાય છે.
ગુલકંદમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિજન તત્વો રહેલા હોય છે જેના કારણે શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીર શુદ્ધ કરવામાં મદદ કરે છે. ગુલકંદના ઉપયોગથી ફેસ પર થતા ખીલ અને ડાઘ પણ દૂર થાય છે.
વધારે પ્રમાણમાં તીખું અને તળેલું ખાવાથી એસિડિટી અને પેટમાં બળતરા થાય છે અને ખાટા ઓડકાર પણ આવતા હોય છે. તો આવા સમયે ગુલકંદનો ઉપયોગ કરવો જોઈએ.
તેનાથી પેટની બધી જ બીમારી દૂર થાય છે અને ગુલકંદ શરીરને બેક્ટેરિયા બચાવે છે અને આંતરડા સાફ કરવામાં મદદ કરે છે. જ્યારે પણ વધારે પડતી એસિડિટી થાય ત્યારે એક ગ્લાસ દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવાથી રાહત મળે છે.
જે લોકો રાતે ચિંતા અને કોઈ પણ પ્રકારના તણાવમાંથી પસાર થઈ રહ્યા છે તો તેવા ટાઈમે તે લોકોએ એક ગ્લાસ દૂધમાં ગુલકંદ ઉમેરી પીવાથી સારી ઊંઘ આવે છે અને માનસિક ચિંતા દૂર થાય છે.
આજના જમાનામાં તમે ગુલકંદ ઘરે પણ બનાવી શકો છો જે બધા જ પ્રકારના રોગો દૂર કરે છે. તો ચાલો આજે આપણે ગુલકંદ બનાવવાની રીત જોઈશું.
સૌ પ્રથમ ગુલાબના પાંદડા લઇ તેને સારી રીતે સાફ કરીને સાકર સાથે મિક્સ કરીને એક કાચની બરણીમાં ભરી તડકામાં મૂકી દો. થોડાક જ દિવસોમાં તમારું ગુલકંદ તૈયાર થઈ જશે ત્યારબાદ તમે જ્યાં પણ ઈચ્છો ત્યાં ગુલકંદનો ઉપયોગ કરી શકો.