દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે શરીર એકદમ સ્વસ્થ રહે અને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય. શરીરને રોગથી બચાવવા માટે કસરત આહાર વગેરેનું ધ્યાન પણ લોકો રાખે છે.
આજના સમયમાં તો દરેક વ્યક્તિ ફિટ રહેવા માંગે છે. પરંતુ તેમ છતાં કોઈને કોઈ રીતે બેદરકારી રહી જાય છે અને પરિણામે શરીરમાં રોગ ઘર કરી જાય છે. તેમ છતાં ઘણા લોકોને એવું લાગતું હોય છે કે તેમને તો કોઈ તકલીફ જ નથી.
તેથી આજે તમને શરીરના એવા સાત સંકેતો વિશે જણાવીએ જેના વિશે જાણીને તમે અંદાજ લગાવી શકો છો કે તમે કે તમારા પરિવારના સભ્યો હેલ્ધી છે કે નહીં. આ સંકેતો પરથી તમે લાઈફ સ્ટાઈલ બદલીને સ્વાસ્થ્યને સારું પણ કરી શકો છો.
1. સૌથી પહેલું લક્ષણ છે પેશાબ નો રંગ. જો પેશાબનો રંગ પીળો હોય તો સમજી લેવું કે તમે ડીહાઇડ્રેશન કે મૂત્રમાર્ગની કોઈ સમસ્યાથી પીડત છો. જો રંગ વધારે પડતો પીળો હોય તો સમજી લેવું કે કોઈ સમસ્યાનું લક્ષણ પણ તે હોઈ શકે છે તેથી તેના ઉપાયો કરવા જોઈએ.
2. કોઈપણ વ્યક્તિ સ્વસ્થ છે કે નહીં તે તેની ઊંઘ પરથી જાણી શકાય છે. જો તમે પથારીમાં 20 મિનિટ સુધી પડ્યા રહો છતાં પણ ઊંઘ ન આવતી હોય તેમ જ રોજ તમે છ કલાક કરતાં ઓછી અથવા તો દસ કલાક કરતા પણ વધારે ઊંઘ કરતા હોય તો તમારા શરીરમાં કોઈ બીમારી હોઈ શકે છે.
3. શરીર સ્વસ્થ છે કે નહીં તે આંખ પરથી પણ જાણી શકાય છે. આંખની વચ્ચેનો સફેદ ભાગ સારા સ્વાસ્થ્યની નિશાની છે. પરંતુ આ સફેદ ભાગમાં જો લાલાશ કે કોઈ અન્ય નિશાની દેખાવા લાગે તો સમજી લેવું કે શરીરમાં સમસ્યા છે.
5. નખ પણ તમારા સ્વાસ્થ્યની ચાડી ખાતા હોય છે. જો નખ શુષ્ક કડક અને બરડ હોય તો શરીરમાં કોઈ બીમારીનો તે સંકેત પણ હોઈ શકે છે. સ્વસ્થ વ્યક્તિ હોય તો તેના નખનો રંગ ગુલાબી હોય છે અને નખ તિરાડો વિનાના હોય છે.
6. જો તમારું શરીર રોગમુક્ત હશે તો ઉર્જાનું સ્તર સારું હશે અને તમને યોગ કરતી વખતે કે કોઈ કામ કરતી વખતે થાક નહીં લાગે અને શ્વાસ નહીં ચડે. તમારી એનર્જી જળવાઈ રહેતી હોય તો સમજી લેવું કે તમે સ્વસ્થ છો.
પરંતુ દિવસ દરમિયાન દોડધમ વિનાનું કામ કર્યા વિના પણ જો થાક લાગતો હોય તો સમજી લેવું કે તમારા શરીરમાં કોઈ સમસ્યા છે. જે વ્યક્તિનું બોડી માસ ઇન્ડેક્સ 18.5 થી 24.9 ની વચ્ચે હોય છે તે સ્વસ્થ વ્યક્તિ કહેવાય.
7. જો શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે તો તે બીમારીની નિશાની હોઈ શકે છે ઘણા લોકો એવા હોય છે જેમના શરીરમાંથી અતિશય તીવ્ર દુર્ગંધ આવતી હોય.
તો વળી ઘણા લોકોનો પરસેવો પણ એવો હોય કે જરાક પરસેવો વડે તો પણ દુર્ગંધ આવે છે. આ લક્ષણો પણ કેટલીક બીમારીનો સંકેત હોઈ શકે છે.