આયુર્વેદ

આ છે કબજિયાતનો સૌથી જોરદાર તોડ, એક જ વારમાં પેટ આવશે ખુલાસાબંધ સાફ.

કબજિયાતની સમસ્યા એવી છે જેના દર્દી દરેક ઘરમાં કોઈને કોઈ તો હોય જ. આ બીમારીનો ઉપાય કરવો જરૂરી હોય છે કારણ કે તેના કારણે શરીરમાં ઘણી અન્ય સમસ્યા થઈ જતી હોય છે.

તેથી જે લોકોને કબજિયાત હોય તેમણે સારવારના ભાગરુપે દેશી ઈલાજ કરવો જોઈએ. આજે તમને કબજિયાતનો સૌથી અસરકારક ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી તમને એકવારમાં જ કબજિયાતથી મુક્તિ મળી જશે.

કબજિયાત દુર કરવી હોય તો તમારે કોઈ દવા ખાવાની જરૂર નથી. તમે તેના માટે દેશી ઔષધી ઘરે તૈયાર કરી તેનું સેવન કરી શકો છો.

કબજિયાતનો ઈલાજ કરતાં પહેલા તેના કારણ જાણવા જરૂરી છે. કબજિયાત થવાનું મુખ્ય કારણ પાણીની ખામી હોય છે. જ્યારે પાણી ઓછું પીવાય છે ત્યારે કબજિયાત થઈ જતી હોય છે.

આ ઉપરાંત સવારે જે લોકો ઠંડુ પાણી પીતા હોય છે તેમને પણ કબજિયાત થાય છે. જ્યારે ખોરાકનું પાચન બરાબર થતું નથી ત્યારે પણ કબજિયાત થાય છે.

કબજિયાતની બીમારીને એકવારમાં જ મટાડવી હોય તેના માટે એરંડીયાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે ગરમ કરેલા દૂધમાં એક ચમચી એરંડીયું ઉમેરી તેનું સેવન કરવાથી કબજિયાત એકવારમાં જ મટી જાય છે.

એક ગ્લાસ હુંફાળુ ગરમ દૂધ લઈ તેમાં એક ચમચી એરંડીયું ઉમેરવું. આ દૂધ રોજ રાત્રે જમીને પીવું જોઈએ. રાત્રે જમ્યા પછી બે કલાક બાદ આ દૂધ પીવાનું રાખવું.

જો વર્ષોથી કબજિયાતની સમસ્યા હોય તો આ ઉપાય એક અઠવાડીયું સતત કરવું જો સામાન્ય કબજિયાત હશે તો એક જ દિવસના પ્રયોગથી પેટ સવારે જ ખુલાસાબંધ સાફ આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *