આયુર્વેદ

સવારે કલાકો સુધી નહીં બેસવું પડે ફોન લઈને ટોયલેટમાં, આ કામ કરશો તો 5 મિનિટમાં પેટ આવી જશે સાફ.

મિત્રો જ્યારે પેટ બરાબર સાફ આવતું ન હોય તો કબજિયાતની તકલીફ રહેતી હોય છે. આ સમસ્યા હોય ત્યારે પેટ સાફ આવવામાં સમસ્યા થાય છે અને લોકોને સવારે કલાકો સુધી ટોયલેટમાં પ્રેશર આવે તેની રાહ જોતા બેસવું પડે છે.

કબજિયાતની તકલીફમાં આ માત્ર એક સમસ્યા નથી. કબજિયાતના કારણે મળ ત્યાગ એકવારમાં બરાબર ન થાય તો આખો દિવસ બેચેની રહે છે અને વારંવાર મળ ત્યાગ કરવા જવાની ઈચ્છા થાય છે પણ થઈ શકતું નથી. કારણ કે કબજિયાતના કારણે મળ કઠણ થઈ જાય છે.

જે લોકોને કબજિયાતની સમસ્યા કાયમી હોય તેમણે નિયમિત રીતે સવારે ખાલી પેટ એક ગ્લાસ હુંફાળુ પાણી પી જ લેવું જોઈએ. આ સિવાય જો કબજિયાતની સમસ્યા લાંબા સમયથી હોય તો હુંફાળા પાણીમાં દિવેલ ઉમેરીને પીવું જોઈએ.

દિવેલવાળું પાણી પીવાથી પેટ બરાબર સાફ થઈ જાય છે અને તકલીફ પણ પડતી નથી. રાત્રે આ પાણી પીને સુઈ જશો એટલે સવારે પેટ 5 જ મિનિટમાં ખુલાસાબંધ સાફ આવશે.

ઘણા લોકો સવારે નિયમિત રીતે વહેલા જાગી જતા હોય છે. જો તમે પણ સવારે જાગી જતા હોય તો સવારે જાગીને પણ એક ગ્લાસ દિવેલ ઉમેરેલું પાણી પી શકો છો. તેનાથી થોડી જ વારમાં પ્રેશર આવશે અને તમે ટોયલેટમાં જશો એટલે પેટમાંથી બધો જ મળ નીકળી જશે.

કબજિયાતના કારણે શરીરમાં બીજા રોગ પણ થઈ શકે છે. કારણ કે તેમાં મળ શરીરમાં રહી જાય છે અને તેના બેક્ટેરિયા શરીરમાં અન્ય રોગ વધારે છે. આ સ્થિતિમાં આ ઉપાય કરવાથી પેટ 5 જ મિનિટમાં સંપૂર્ણપણે સાફ આવી જાય છે.

આ સિવાય પણ એક ઉપાય છે જેને કરવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે. તેના માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવાનું રાખો. તેનાથી પેટમાં મળ જામશે નહીં અને કબજિયાત થશે નહીં.

કબજિયાત લાંબા સમય સુધી રહે તો ગંભીર સ્વરુપ ધારણ કરી શકે છે. તેથી આ સમસ્યાનો ઈલાજ તુરત કરવો જરૂરી છે. પેટ નિયમિત સાફ આવી જાય તો કેટલીક સમસ્યા તો દવા વિના જ મટી જશે. જેમકે પેટમાં દુખાવો, માથાનો દુખાવો વગેરે. ઘણીવખત આ સમસ્યા કબજિયાતના કારણે થતી હોય છે.

વર્ષો જુની કબજિયાતની તકલીફ હોય તો દિવેલવાળું પાણી એક અઠવાડીયા સુધી નિયમિત પીવું અને જો ક્યારેક કબજિયાત થતી હોય તો અઠવાડિયામાં 2 કે 3 વખત તેને પીવાનું રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *