આ લોટની રોટલી ખાશો તો ક્યારેય નહીં ખાવી પડે કબજિયાત મટાડવાની દવા.

મિત્રો કબજિયાત જેને થાય છે તેને પેટમાં ખૂબ જ સમસ્યા થાય છે. કબજિયાતનો રોગ જ એવો છે કે જેમાં વ્યક્તિને ક્યાંય ચેન પડતું નથી. કબજિયાત થાય એટલે દવા ખાવી જ પડે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કબજિયાત થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે પરંતુ સૌથી મુખ્ય કારણે શરીરની અંદર જ છે. શરીરમાં 5 પ્રકારના વાયુ હોય છે જેમાઁથી એક છે અપાન વાયુ.

જ્યારે અપાન વાયુનું સંતુલન ખોરવાય છે ત્યારે અપાન વાયુ કુપિત થવાના કારણે કબજિયાત થાય છે. કારણ કે આંતરડામાં મહત્વનો ભાગ અપાન વાયુ ભજવે છે. તેના કારણે જ કબજિયાત જેવી બીમારી થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કબજિયાત મટાડવા માટે ડોક્ટરો દવાઓ આપતા હોય છે પરંતુ તેમાંથી કેટલીક દવા નિયમિત લેવામાં આવે તો આંતરડા માટે તે હાનિકારક છે. તેથી કબજિયાતને મટાડવા માટે દવા લેવાને બદલે દેશી ઈલાજ કરવા જોઈએ.

જેથી કોઈ આડઅસર થાય નહીં અને દવાના કારણે અન્ય બીમારી થવાનું જોખમ ઘટી જાય. આયુર્વેદ અનુસાર કોઈપણ વાયુ સંબંધિત રોગ હોય જેમકે કબજિયાત તો તેને દુર કરવા માટે 2 વસ્તુઓ સૌથી વધુ અસરકારક સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એક વસ્તુ છે હરડે અને બીજી વસ્તુ છે એરંડીયું. આ બંને વસ્તુ કબજિયાત માટે રામબાણ છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેણે કબજિયાત મટે તે માટે રોજ સવારે અને સાંજ ભોજનમાં રોટલી ખાવી જોઈએ અને તેનો લોટ બાંધતી વખતે તેમાં મોયણ તરીકે એરંડીયાના તેલનો ઉપયોગ કરવો.

આ લોટની રોટલીનું સેવન કરવાથી અપાન વાયુનું સંતુલન યોગ્ય રહે છે. જમ્યા પછી મુખવાસ ખાવાની આદત હોય જ છે. તેવામાં જમ્યા પછી મુખવાસમાં હરડે મોઢામાં રાખી અને ચુસવી જોઈએ.

તેનાથી પણ કબજિયાત મટે છે. આ રીતે આ ઉપાય નિયમિત રીતે 4, 5 મહિના કરવામાં આવે તો ગેસ, વાયુ, કબજિયાત જેવી સમસ્યા થતી નથી.

તેથી જો તમને પણ પેટ સંબંધિત આ સમસ્યા હોય તો આજથી જ દિવેલના તેલને લોટમાં ઉમેરી તેના વડે બનાવેલી રોટલીનું સેવન કરવાનું શરુ કરો. આ ઉપાય કરવાની સાથે જ સૌથી પહેલા કબજિયાતની સમસ્યા મટી જશે.

Leave a Comment