મિત્રો દરેકના ઘરમાં ઘી નો ઉપયોગ રસોઈમાં અને પૂજા પાઠમાં સૌથી વધારે થાય છે. ઘી નો ઉપયોગ કરવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે.
આ ઉપરાંત ઘી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું છે. કેટલીક સમસ્યાઓમાં ઘીનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.
ઘીનું સેવન કરવાથી તો લાભ થાય જ છે પરંતુ જો તમે રાત્રે સુતા પહેલા નાભીમાં થોડું ઘી લગાવો છો તો તેનાથી પણ શરીરને ઘણા બધા ફાયદા થાય છે. નાભીમાં ઘી લગાડવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે. તેનાથી સ્વાસ્થ્યને પણ ફાયદા થાય છે.
આયુર્વેદ અનુસાર જે લોકોને કાયમી શરદી ની ફરિયાદ રહેતી હોય તેમણે રાત્રે નાભીમાં ઘી લગાડવું જોઈએ. તેનાથી શરદી ની ફરિયાદ દૂર થાય છે.
નાભીમાં એક કે બે ટીપા ઘી ઉમેરીને હળવા હાથે એક મિનિટ સુધી મસાજ કરવી. આ રીતે નિયમિત ઘી લગાડવાથી સાંધાના દુખાવાની ફરિયાદ પણ દૂર થાય છે અને શરીરમાં આવેલા સોજાથી પણ રાહત મળે છે.
કબજિયાતની તકલીફથી જે લોકો પીડાતા હોય તેમણે રોજ રાત્રે સુતા પહેલા નાભીમાં ઘી લગાડવું જોઈએ. નદીમાં ઘી લગાડવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને સાથે જ એસિડિટી અને કબજિયાતની તકલીફ માટે છે.
મહિલાઓ માટે નાભીમાં ઘી લગાડવું ખૂબ જ ફાયદાકારક છે. નાભીમાં ઘી લગાડવાથી માસિક સમયે થતો દુખાવો દૂર થાય છે. આ સિવાય આંખ માટે પણ નાભીમાં ઘી લગાડવું ફાયદાકારક છે. તેનાથી આંખનું તેજ વધે છે.
જે લોકોને હોઠ ફાટવાની સમસ્યા હોય તેમણે પણ નિયમિત રીતે નાભીમાં ઘી લગાડવું જોઈએ તેનાથી હોઠ ફાટવાની સમસ્યા કાયમ માટે દૂર થાય છે.