મેથીના દાણા નો ઉપયોગ સામાન્ય રીતે એ લોકો વધારે કરે છે જેમને ડાયાબિટીસની સમસ્યા હોય. આ સિવાય કેટલીક રસોઈમાં પણ મેથી નો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ મોટાભાગના લોકો એવા થી અજાણ હોય છે કે મેથીના દાણા નો ઉપયોગ કરવાથી ફક્ત ડાયાબિટીસમાં જ નહીં પરંતુ હાઈ બ્લડ પ્રેશર સાંધાના દુખાવા કેન્સર જેવી તકલીફોમાં પણ લાભ થાય છે.
સવારે નરોડા કોઠે એક ચમચી મેથીના પલાળેલા દાણા ખાવાથી શરીરની ઘણી બધી સમસ્યાથી મુક્તિ મળે છે. મેથીના દાણા નો ઉપયોગ કરવો હોય તો એક વાટકી પાણીમાં એક ચમચી મેથીના દાણા રાત્રે પલાળી દેવા.
સવારે આ મેથીને ખાઈ જવી અને પલાળેલું પાણી પી જવું. તમે મેથીને પાણીમાં ઉકાળીને તે ચા બનાવીને પણ પી શકો છો. મેથીના પાણીમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને સવારે અને સાંજે પીવાથી પણ ઉપરોક્ત લાભ પ્રાપ્ત થાય છે.
તેના માટે એક કપ પાણીને ઉકાળો અને તેમાં મેથીના દાણા ઉમેરી દેવા. પાંચ મિનિટ તેને ઉકાળીને ગેસ બંધ કરી દો અને પછી તેમાં મધ અને લીંબુ ઉમેરીને પી જવું.
પલાળેલી મેથીના દાણાને તમે શાક કે સલાડમાં પણ લઈ શકો છો. મેથીના દાણા ને અંકુરિત કરીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મેથીના દાણા એવી વસ્તુ છે જેનો ઉપયોગ તમે દરેક પ્રકારે કરી શકો છો અને તે શરીરને લાભ કરે છે.
મેથીના દાણા થી થતા ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલાં તો તે શરીરના સાંધાના દુખાવાની સમસ્યાને દૂર કરે છે. આ સિવાય તે વધતા કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં કરે છે.. તેની સાથે શરીરમાં કેલ્શિયમનું લેવલ પણ વધારે છે અને બ્લડ સુગરને કંટ્રોલમાં કરે છે.
જે લોકો વજન ઘટાડવા માટે પ્રયત્ન કરે છે તેમણે પણ સવારની શરૂઆત મેથીના દાણા ખાવાથી કરવી જોઈએ મેથીના દાણા ખાવાથી શરીરમાં ચરબી જામેલી હોય તે ઓગળવા લાગે છે અને વધતું વજન અટકે છે.
એક્શન શોધન અનુસાર મેથીના દાણામાં એવા તત્વ હોય છે જે કેન્સરની સમસ્યાને દૂર રાખવાનું કામ કરે છે. જોકે મેથીના દાણા લાભને બદલે ત્યારે નુકસાન પણ કરે છે જ્યારે તમે વધારે માત્રામાં તેનું સેવન કરો.
નિયમિત રીતે એક જ ચમચી મેથીના દાણા ખાવા જોઈએ જો તેનાથી વધારે મેથીના દાણાનું સેવન કરશો તો પાચનતંત્રની સમસ્યા થશે અને ઝાડા પણ થઈ શકે છે.
વધારે પ્રમાણમાં મેથીનું સેવન કરવાથી લોહી પાતળું થઈ જાય છે. સગર્ભા સ્ત્રીઓએ પણ મેથીનો ઉપયોગ કરતાં પહેલાં સાવધાન રહેવું જોઈએ..