અનિયમિત જીવન શૈલીના કારણે માથાનો દુખાવો વારંવાર થતો હોય છે. ખોરાકમાં ફેરફાર થવાના કારણે, ઊંઘ ન થવાના કારણે, સ્ટ્રેસના કારણે માથાનો દુખાવો થઈ શકે છે. ઘણી વખત માથાનો દુખાવો માઈગ્રેન ની તકલીફ ના કારણે પણ થાય છે.
માથાનો દુખાવો જ્યારે અસહ્ય થઈ જાય છે ત્યારે તેને મટાડવા માટે દવા લેવી પડે છે. પરંતુ આજે તમને એવો રસ્તો દેખાડીએ જેને કરવાથી તમારે માથું નો દુખાવો દૂર કરવા માટે દવા લેવી નહીં પડે.
ચંદન – પ્રાચીન સમયમાં માથાનો દુખાવો મટાડવા માટે ચંદનનો ઉપયોગ કરવામાં આવતો. માથાનો દુખાવો થતો હોય ત્યારે માથા ઉપર ચંદનનો લેપ કરવાથી થોડી જ વારમાં રાહત થઈ જાય છે.
ફુદીનો – એનર્જી કે શરદી ના કારણે જો માથું દુખતું હોય તો ફુદીનાનો ઉપયોગ કરવો જોઈએ. આ સમયે ફુદીનાના અર્ક થી માથા ઉપર માલિશ કરવાથી માથાનો દુખાવો તુરંત મટે છે.
તુલસીના પાન – તુલસી અનેક ઔષધીય ગુણથી ભરપૂર છે અને તે માથાનો દુખાવો પણ દૂર કરી શકે છે. શરદી કે ગેસના કારણે માથામાં દુખાવો હોય તો તુલસીનો ઉપયોગ કરવો જોઈએ. આવા સમયે તુલસી વાળી ચા પીવાથી ઝડપથી આરામ મળે છે.
પીપળી – ઘણી વખત એસીડીટીના કારણે માથું દુખતું હોય છે તેવામાં પીપળીનો ઉપયોગ કરવાથી એસીડીટી મટે છે અને માથું પણ તુરંત જ દુઃખતું બંધ થાય છે.
ગરો – ગિલોય પણ માથાના દુખાવાને દૂર કરે છે. માથું દુખતું હોય ત્યારે ગિલોયના રસનું સેવન કરવાથી તુરંત જ આરામ મળે છે.
ત્રિફળા – આંખ ઉપર જ્યારે વધારે સ્ટ્રેસ થાય છે ત્યારે માથું દુખવા લાગે છે. તેવામાં ત્રિફળાના પાવડરનું સેવન કરવાથી માથામાં દુખાવાથી રાહત મળે છે.