આયુર્વેદ

માત્ર 1 રૂપિયાના ખર્ચમાં દાંતની નાની-મોટી બધી જ સમસ્યાઓ કાયમ માટે થશે દુર, જાણો કેવી રીતે.

મિત્રો જ્યારે દાંતની સફાઈ બરાબર થતી નથી તો દાંતમાં ઘણી સમસ્યા થવા લાગે છે. જેમકે દાંતમાં સડો થઈ જવો, દાંતમાંથી રસી નીકળવા, દાંત હલવા, પાયોરિયા વગેરે.

આમાંથી કોઈપણ સમસ્યા થાય તેને દુર કરવા માટે દવા લેવા ડોક્ટર પાસે દોડવું પડે છે. આજે તમને એવા ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી દાંતની સમસ્યાથી આજીવન મુક્તિ મળી જાય છે.

દાંતની સમસ્યાથી આજીવન મુક્તિ મેળવવી હોય તો તમારે મોંઘીદાટ દવાઓ કરવાની જરૂર નથી. માત્ર નજીવા ખર્ચથી દાંતની સમસ્યાથી બચી શકાય છે. આજે આવા જ કેટલાક ઉપાયો જણાવીએ જેને કરવાથી દાંતની સમસ્યા ફટાફટ દુર થાય છે.

વર્ષો પહેલા જ્યારે ટુથબ્રશ અને ટુથ પેસ્ટ હતી નહીં ત્યારે લોકો દાંતને આ ઉપાયો કરીને જ મજબૂત રાખતાં હતા. આ બધા જ ઉપાયો દેશી છે અને તેને કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર થવાનો ભય નહીં રહે.

દાંતને મજબૂત અને સ્વસ્થ રાખવા હોય તો સરસવનું તેલ અને સિંધાલુણ સૌથી ઉપયોગી છે. આ બંને વસ્તુને થોડીમાત્રામાં વાટકીમાં લેવી અને પછી તેનાથી દાંત પર મસાજ કરવી. આ રીતે સવારે અને સાંજે આ પેસ્ટથી દાંત સાફ કરવાથી દાંતમાંથી ગંદકી અને કીડા દુર થાય છે.

આ રીતે દાંત સાફ કર્યા બાદ કોગળા ખાસ પાણીથી કરવા. આ પાણી તૈયાર કરવા માટે એક ગ્લાસ પાણીમાં ફટકડી ઉમેરી તેને બરાબર મિક્સ કરી અને પછી આ પાણી મોંમાં ભરી અને તેનાથી 5 મિનિટ સુધી કોગળા કરો. મોઢામાં દરેક જગ્યાએ આ પાણી ફરે તે રીતે કોગળા કરવા.

આ રીતે સિંધવ મીઠું અને સરસવનું તેલ લઈ તેની પેસ્ટ વડે તમે દાંત સાફ કરવાનું રાખશો તો દાંતની ઘણી સમસ્યા દુર થઈ જશે.

તેનાથી દાંત મજબૂત પણ રહે છે અને સડો પણ વધતો અટકે છે. આ બે વસ્તુ કરી લેવાથી દાંત માટે અન્ય કોઈ ઉપાય કરવા પણ નહીં પડે.

આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે છે. તેનાથી દાંતનો સડો, પાયોરિયા, રસી નીકળવા, સોજો થવો, મોઢાની દુર્ગંધથી પણ મુક્તિ મળે છે.

આ ઉપાય તમે અઠવાડીયામાં થોડા દિવસ પણ કરશો તો તેનાથી તમને દાંતની સમસ્યાથી 100 ટકા મુક્તિ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *