મિત્રો આજે તમને એક એવા જોરદાર ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી પેટની ત્રણ સમસ્યા દુર થઈ શકે છે. આ ઉપાય ગેસ, એસિડીટી, કબજિયાત દરેક સમસ્યા માટે રામબાણ છે.
આ ઉપાય માટે કહી શકાય કે સમસ્યા કોઈપણ હોય તેનો ઈલાજ આ ઉપાય છે. જ્યારે પણ પેટમાં ગેસ ચડે છે તો ખૂબ જ તકલીફ થાય છે. પેટના ગેસના કારણે પેટમાં દુખાવો થાય છે, મરોડ આવે છે.
ઘણી વખત તો ગેસના કારણે છાતિમાં દુખાવો થવા લાગે છે. આ સમસ્યામાં જ્યાં સુધી પેટમાંથી ગેસ નીકળે નહીં ત્યાં સુધી તકલીફ રહે છે. દરેક વ્યક્તિ જ્યારે ભોજન કરે છે તો તેની પાચનક્રિયા દરમિયાન પેટમાં ગેસ બને છે.
પરંતુ ભોજનના પાચન સાથે ગેસનું પણ શમન થઈ જાય છે પરંતુ જ્યારે આ ગેસ મટતો નથી ત્યારે તકલીફ કરાવે છે. ઘણા લોકોને રાત્રે જમ્યા પછી ગેસ વધારે ચડે છે.
જમ્યાની થોડીવારમાં પેટ ફુલવા લાગે છે અને પેટ ભારે થઈ જાય છે. આ સ્થિતિમાં ઊંઘ પણ થઈ શકતી નથી. આવી સ્થિતિ કબજિયાતમાં થાય છે. જ્યાં સુધી પેટ સાફ ન આવે ત્યાં સુધી બેચેની રહે છે અને તકલીફ વધતી જાય છે.
એસિડીટીમાં પણ છાતીમાં અને પેટમાં બળતરા થાય છે. આ ત્રણેય સમસ્યાથી માત્ર થોડી જ મિનિટોમાં મુક્તિ મેળવવી હોય તો તે આ ઉપાય કરવાથી શક્ય છે.
આ આયુર્વેદિક ઉપાય કરવા માટે થોડી હિંગ લેવી અને તેમાં થોડું ઘી ઉમેરી બરાબર ગરમ કરો. ત્યારબાદ તેને ગેસ પરથી નીચે ઉતારો અને પછી તેમાં સિંધવ મીઠું ઉમેરો. બધું બરાબર હલાવો અને છેલ્લે તેમાં લીંબુના ટીપા ઉમેરો.
આ મિશ્રણ તૈયાર થાય એટલે તુરંત જ તેને ચાટી લેવું. આ દવા લેવાથી પેટનો ગેસ દુર થાય છે અને વાયુ પણ પેટમાંથી નીકળી જાય છે.
આવી જ રીતે કબજિયાતની તકલીફ હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એરંડીયું ઉમેરી તેને બરાબર મિક્સ કરી તેનું સેવન કરવું. આ ઉપાય કરવાથી દવા વિના કબજિયાત મટી જાય છે.
એસિટીડીની સમસ્યાને 3 જ મિનિટમાં દુર કરવી હોય તો દૂધ સૌથી બેસ્ટ છે. તેના માટે ઠંડા દૂધમાં સાકર ઉમેરી તેને બરાબર મિક્સ કરી તેનું સેવન કરો. તેનાથી ખાટા ઓડકાર આવતા બંધ થાય છે