આયુર્વેદ દુનિયા

બીજોરાનો આ રીતે કરશો ઉપયોગ તો શરીરની આવી ગંભીર બીમારીઓથી પણ દવા વિના મળશે રાહત.

મિત્રો આયુર્વેદમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા માટે બીજોરાના ઉપયોગનું વર્ણન મળે છે. તે લીંબુની પ્રજાતીનું જ ફળ હોય છે. તે સ્વાદમાં ખાટું હોય છે પરંતુ તે લીંબુથી આકારમાં મોટું હોય છે.

તેના બે રંગ હોય છે એક લાલ અને બીજું ગુલાબી. આજે તમને જણાવીએ બીજોરાનો ઉપયોગ કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં કરવાથી શરીરને કેટલા લાભ થાય છે.

પથરી – બીજોરાના ફળનો રસ કાઢી તેમાં સંચળ ઉમેરીને પીવાથી પથરી મટે છે.

એસીડીટી – જે લોકોને એસીડીટી થઈ જતી હોય છે તેમણે 100 મિલી પાણીમાં બીજોરાનો રસ સમાન માત્રામાં ઉમેરી તેમાં સાકર ઉમેરી પીવું જોઈએ. તેનાથી એસીડીટી મટે છે.

વાઈ – જે લોકોને વારંવાર આંચકી આવી જતી હોય તેમણે 5 મિલી બીજોરાનો રસ લેવો, નગોડના સુકા પાન લેવા અને તેનો પણ રસ કાઢી રોગીના નખ પર લગાડવાથી રાહત થાય છે.

માથાનો દુખાવો – જ્યારે શરીરમાં પિત્ત વધી જાય છે ત્યારે માથું દુખે છે. તેવામાં બીજોરાના ફૂલની પૂંકેસર વાટી તેની પેસ્ટ બનાવી અને માથા પર તેનો લેપ કરવાથી પિત્તજન્ય રોગ મટે છે. 1 ચમચી બીજોરાના મૂળની છાલનું ચૂર્ણ લઈ તેને ઘીમાં સાંતળી માથા પર લગાવવું.

કાનનો દુખાવો – બીજોરાના ફળના રસના 2- 2 ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. 65 મિલીગ્રામ સોડાખાર 30 મિલી બીજોરાના રસમાં ઉમેરી તેને ગાળી કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.

મોઢાના રોગ – બીજોરાના ફૂલનું પુંકેસર લઈ તેમાં સિંધવ મીઠું અને કાળા મરીનું ચૂર્ણ ઉમેરી તેને ચુસવાથી મોઢાના રોગથી મુક્તિ મળે છે.

ઉલટી બંધ કરવા – જો વારંવાર ઉલટી થતી હોય તો બીજોરાના સેવનથી રાહત થાય છે. તેના માટે 20 ગ્રામ બીજોરાના મૂળને 200 મિલી પાણીમાં ઉકાળો. પાણી ચોથા ભાગનું બચે પછી તેનું સેવન કરવાથી શરદી, ઉલટી મટે છે. જમ્યા પછી બીજોરાનો તાજો રસ 10 મિલી પીવો જોઈએ.

કૃમિ – પેટમાં કૃમિ થયા હોય અને તેનાથી મુક્તિ મેળવવી હોય તો 5થી 10 ગ્રામ બીજોરાનું ચૂર્ણ લઈ તેને ગરમ પાણી સાથે લેવાનું રાખો. તેનાથી કૃમિનો નાશ થાય છે.

પિત્ત વિકાર – શરીરમાં પિત્તનો પ્રકોપ થયો હોત તો 20 મિલી બીજોરાના રસમાં સમાન માત્રામાં મધ ઉમેરી તેને પાણી સાથે શરબતની જેમ લેવાથી પિત્તજન્ય રોગ મટે છે.

ખંજવાળ – બીજોરાના રસના ઉપયોગથી ત્વચા પર આવતી ખંજવાળ મટે છે.

તાવ – વારંવાર તાવ આવતો હોય તો બીજોરાનો ઉપયોગ કરવાથી તાવ મટે છે. તેના માટે બીજોરાનો રસ 20 મિલી લઈ તેને દિવસમાં 3 વખત પીવું. બીજોરાના પાનનો ઉકાળો બનાવીને પીવાથી પણ રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *