સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બપોરના ભોજન ની સાથે એક વાટકી દહીં ખાવાથી ખૂબ જ લાભ થાય છે. તેનાથી શરીરને એનર્જી મળે છે અને દહીમાં રહેલા કેલ્શિયમ અને પ્રોટીન શરીરને લાભ કરે છે.
પરંતુ દહીંમાં જો તમે કેટલીક વસ્તુઓ ઉમેરીને ખાવાનું રાખો છો તો તેનાથી તમારું શરીર નિરોગી બને છે. આજે તમને જણાવીએ દહીંમાં કઈ કઈ વસ્તુ ઉમેરીને ખાવાથી શરીરને લાભ થાય છે.
જીરું – જે લોકોનું પાચનતંત્ર નબળું હોય અને કબજિયાત એસિડિટી જેવી તકલીફો વારંવાર થતી હોય તેમણે દહીંમાં શેકેલું જીરું ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી ખૂબ જ લાભ થાય છે.
અજમા – જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે તેઓ વારંવાર બીમાર પડી જતા હોય છે. તેવામાં રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે દહીંમાં અજમા ઉમેરીને ખાવા જોઈએ તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને સાથે જ કબજિયાતની ફરિયાદ પણ મટે છે.
ગોળ – દહીંમાં ગોળ ઉમેરીને ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ મટે છે. જેમકે દહીંમાં ગોળ મિક્સ કરીને ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને એસીડીટી ની તકલીફ પણ મટે છે.
ખાંડ – દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. તેનાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને નબળાઈ તુરંત જ દૂર થાય છે. સાથે જ પેટ ને ઠંડક પણ મળે છે.
કાળા મરી – દહીંમાં કાળા મરી ઉમેરીને ખાવાથી કબજિયાતની તકલીફ એક વારમાં જ દૂર થઈ જાય છે.
જે લોકોને વર્ષો જૂની કબજિયાત હોય તેમણે નિયમિત રીતે દહીંમાં કાળા મરીનો પાવડર ઉમેરીને ખાવો જોઈએ તેનાથી થોડા જ દિવસોમાં કબજિયાતની તકલીફ દૂર થઈ જાય છે.