દૂધ એ સંપૂર્ણ આહાર છે તેથી દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધ પીવું જ જોઈએ. આ દૂધ શરીરને લાભ કરે છે પરંતુ જો તમે તેમાં એક ચમચી ગુલકંદ ઉમેરી દેશો તો તેનાથી દૂધથી થતા લાભ બમણા થઈ જશે.
ખાસ કરીને બાળકો માટે દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવું ખૂબ જ લાભકારી છે. દૂધમાં ગુલકંદ ઉમેરવાથી તેનો સ્વાદ તો વધી જ જાય છે પરંતુ તેની સાથે સ્વાસ્થ્યને પણ ખૂબ જ લાભ થાય છે.
દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવાથી શરીરના અનેક રોગ દૂર થાય છે. ખાસ કરીને દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવાથી શરીરની ગરમી દૂર થાય છે અને આંખના નંબર પણ ઉતરે છે.
દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવાથી મોઢામાં પડતા ચાંદા ની સમસ્યા દૂર થાય છે કારણ કે તેનાથી પેટની ગરમી શાંત થાય છે.
આંખ માટે પણ ગુલકંદ અને દૂધ ખૂબ જ લાભકારી છે. એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગુલકંદ ઉમેરીને પીવાથી દ્રષ્ટિ સુધરે છે. તેનાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખનું તેજ વધે છે.
જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમણે દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવું જોઈએ. તેનાથી ખૂબ જ ફાયદો થાય છે. દૂધ અને ગુલકંદ પીવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે
આજના સમયમાં કામના કારણે દરેક વ્યક્તિ સ્ટ્રેસમાં રહે છે. આ સ્ટ્રેસથી દૂર રહેવું હોય તો રાત્રે સુતા પહેલા દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવાનું રાખો. તેનાથી તળાવ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે.
દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે. રાત્રે સુતા પહેલા દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવાથી ઊંઘ પણ સારી આવે છે અને યાદશક્તિ વધે છે.
જે લોકોમાં વધતા વજનની સમસ્યા છે તેમણે દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવું જોઈએ તેનાથી શરીરનું વધતું વજન અટકે છે અને સ્વાસ્થ્યને પણ લાભ થાય છે.