આયુર્વેદ દુનિયા

આ નાનકડા ફળ રક્ત શુદ્ધ કરીને શરીરને બનાવે છે નિરોગી, જાણો તેના અન્ય લાભ વિશે.

મિત્રો કરમદાના ફળ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. આ ફળ ખૂબ જ શક્તિશાળી હોય છે. તેનું સેવન કરવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. કરમદા લીલા રંગના હોય છે અને જ્યારે તે પાકી જાય તો કાળા રંગના થઈ જાય છે.

કરમદાનું ફળ અને તેના પાનથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જેમકે સૂકી ઉધરસ થઈ હોય તો કરમદાના પાંદડાનો રસ કાઢી તેમાં મધ ઉમેરીને પી જવાથી સૂકી ઉધરસ મટે છે.

કરમદાના ફળને સૂકવી અને તેનો પાવડર તૈયાર કરી સ્ટોર પણ કરી શકાય છે. આ ચૂર્ણ નો ઉપયોગ પેટના રોગ અને કૃમિથી મુક્તિ અપાવે છે.

કરમદા ના ચૂર્ણનું સેવન કરવાથી પિત્ત અને કફનું શરીરમાં સંતુલન જળવાય છે. નિયમિત રીતે તેનો એક ગ્રામ જેટલો પાવડર લેવાથી પેશાબની બળતરા પણ દૂર થાય છે. આ સિવાય પેશાબ સંબંધિત અન્ય સમસ્યાથી પણ રાહત મળે છે.

જે વ્યક્તિને જલોદર ની સમસ્યા હોય તેણે કર્મદાના પાનનો રસ પીવો જોઈએ. પહેલા દિવસે પાંચ મિલી અને બીજા દિવસે દસ મિલી રસ એમ પીવો. આ રીતે જલોદર ની સમસ્યા માટે છે.

જે લોકોને પેટમાં કાયમી દુખાવાની સમસ્યા રહેતી હોય અને પાચનતંત્ર નબળું હોય તેમણે કરમદાનું સેવન કરવું જોઈએ. આ ફળ નિયમિત રીતે લેવાથી પેટની બીમારીઓ થતી નથી અને રોગપ્રતિકારક શક્તિ પણ વધી જાય છે.

કરમદાના મૂળને બે ગ્રામની માત્રામાં લઈને તેને પીસી તેમાં દૂધ ઉમેરીને સેવન કરવાથી માસિક ધર્મ સંબંધિત દરેક પ્રકારની સમસ્યામાં ફાયદો થાય છે.

વધારે ખાવાથી પેટમાં ગેસ થઈ ગયો હોય અથવા તો દુખાવો થતો હોય તો કરમદાના ફૂલનું ચૂર્ણ બનાવીને તેમાં મધ ઉમેરીને ચાટી જવું.

કરમદામાં સૌથી વધારે લોહ તત્વ મળી આવે છે. જે વ્યક્તિને શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે કરમદાનું સેવન કરવું જોઈએ તેનાથી લોહીની ઉણપ દૂર થાય છે.

ત્વચા સંબંધિત સમસ્યામાં કર્મદાના પાંદડા અને મૂળને પીસી અને તેને ત્વચા પર લગાડવાથી ત્વચાની સમસ્યાઓ મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *