આયુર્વેદ

જે લોકોને વારંવાર થતો હોય પેટમાં ગેસ તેમણે ઘરમાં બનાવીને રાખી લેવું આ ચૂર્ણ, પેટનો ગેસ ચપટી વગાડતા થશે દૂર.

મિત્રો જ્યારે ભૂખ હોય તેના કરતાં વધારે ભોજન કરો, ખોરાકનું પાચન ન થાય, વધારે પ્રમાણમાં તળેલું કે તીખું ભોજન કરો, અથવા તો વધારે પ્રમાણમાં જંગ ફૂડનું સેવન કરવામાં આવે ત્યારે તેનું પાચન બરાબર થતું નથી અને તેના કારણે ગેસ થઈ જાય છે.

આ પ્રકારના ખોરાકનું સેવન કરવાથી તેનું પાચન બરાબર થતું નથી અને બધો જ કચરો આંતરડામાં જામી જાય છે. તેના કારણે કબજિયાતની તકલીફ થાય છે. જ્યારે વધારે પ્રમાણમાં કબજિયાત રહે તો ગેસ થઈ જતો હોય છે.

ઘણા લોકોને તો ગેસની સમસ્યા કાયમી જ રહેતી હોય છે. ત્યારે આજે તમને ગેસની સમસ્યાને દૂર કરે તેવો ઘરેલુ ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવા માટે તમારા ઘરના રસોડામાંથી જ વસ્તુ મળી જશે.

આ વસ્તુને દવા બનાવીને તમે સ્ટોર કરી લેશો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરશો તો ચપટી બગાડતા જ પેટમાં જમા થયેલો ગેસ દૂર થઈ જશે.

ગેસ મટાડી દેતી દવા બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરો અને પછી તે હૂંફાળું ગરમ રહે ત્યાં સુધી તેને ઠરવા દો. હવે આ એક ગ્લાસ પાણીમાં કાળા મરી નું ચૂર્ણ ઉમેરી દો.

કાળા મરીનું ચૂર્ણ ચમચીના ચોથા ભાગ જેટલું જ ઉમેરવું. ત્યાર પછી તેમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરો. જરૂર અનુસાર મીઠું ઉમેરો અને બરાબર હલાવો.

આ મિશ્રણ હુંફાળું ગરમ હોય ત્યારે ધીરે ધીરે તેને પી જવું. જો ગેસની સમસ્યા કાયમ રહેતી હોય અને ખૂબ જ ગેસ ચડ્યો હોય તો જમ્યાના એક કલાક પછી આ પાણી પી લેવું જોઈએ.

જે લોકોને ગેસની સમસ્યા વારંવાર થતી હોય તેમણે અઠવાડિયામાં રોજ આ પાણી પીવું જોઈએ. અને ક્યારેક ભારે ખોરાક લેવાના કારણે ગેસ થતો હોય તો એકત્ર આ પાણી પીવું જોઈએ.

પેટમાં વધેલા ગેસને મરી તુરંત જ દૂર કરે છે. મરીમાં પેપ્રિન નામનું તત્વ હોય છે જે ફક્ત ગેસ મટાડનાર જ નહીં પરંતુ વજન ઘટાડનાર પણ છે. તેનાથી મેટાબોલિઝમ સુધરે છે અને કાળા મરીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ તત્વ શરીરને પણ લાભ કરે છે.

કાળા મરીને બદલે તમે ગેસને મટાડવા માટે ધાણા, જીરું, અજમો બધી જ વસ્તુઓને સો સો ગ્રામની માત્રામાં લઈને તેનો પાવડર બનાવી તેમાં ૫૦ ગ્રામ સંચળ ઉમેરીને સ્ટોર કરી લેવું.

જ્યારે પણ ગેસની તકલીફ થાય ત્યારે હુંફાળા ગરમ પાણી સાથે એક ચમચી આ ચૂર્ણ પી જવું. આ ચૂર્ણ પીધા ની અડધી જ કલાકમાં તમને ગેસથી મુક્તિ મળી જશે.

વારંવાર ગેસ થતો હોય તો જમ્યા પછી સિંધવ મીઠું અને અજમો સાથે ફાકી જવો જોઈએ. ત્યાર પછી હુંફાળું પાણી પી લેવું. આ ઉપાય કર્યા પછી કોઈપણ વસ્તુ ખાવી કે પીવી જોઈએ નહીં તેનાથી ગેસ તુરંત મટી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *