અર્જુનની છાલમાં એવા ઘણા ગુણ હોય છે જેના લીધે તેને દવાઓ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અર્જુનનું વૃક્ષ, ફળ, પાન અને મૂળ ને છાલ એ ઘણી બીમારીઓ દૂર કરવા માટે વપરાય છે.
અર્જુનના વૃક્ષનો ઉપયોગ તમને કઈ કઈ બીમારીથી રાહત આપશે એ હવે તમને જણાવી દઈએ. તમને ખાસ વાત જણાવી દઈએ કે આની કોઈ આડ અસર થતી નથી એટલે તમે આને વાપરવાથી અચકાશો નહીં.
પેશાબ અટકી અટકીને આવતો હોય તેમની માટે : તમને જણાવી દઈએ કે દરરોજ 40 એમ એલ અર્જુનની છાલનો ઉકાળો પીવો છો તો જે મિત્રોને પેશાબ અટકી અટકીને આવવાની સમસ્યા છે કે પછી બહુ ઓછો પેશાબ આવે છે તેમને ફાયદો થશે.
હ્રદયની બીમારી માટે ફાયદાકારક : આયુર્વેદ અનુસાર અર્જુનની છાલના બનાવેલ ઉકાળો પીવાથી હ્રદયને ખૂબ ફાયદો થાય છે. આનાથી તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી શકાય છે. તેનાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. એવામાં જો હાર્ટના દર્દીઓ નિયમિત અર્જુનની છાલનો ઉકાળો પીવો છો તો તમારું સ્વાસ્થ્ય વધુ સારું રહેશે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક : આજના ફાસ્ટ લાઈફમાં ઘણા લોકોને ડાયાબિટીસની બીમારી હોય છે. તેવા મિત્રો માટે અર્જુનની છાલ ખૂબ ફાયદાકારક છે. તેમણે નિયમિત અર્જુનની છાલનો ઉકાળો પીવો જોઈએ.
વધતાં વજનને ઓછું કરવા માટે : વધતાં વજનની સમસ્યાને રોકવા માટે અર્જુનની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાત અમે એમજ તમને નથી કહી રહ્યા આ એક રિસર્ચ પરથી જાણવામાં મળ્યું છે. ઉંદર પર કરવામાં આવેલ એક રિસર્ચ આધારે તમને જાણવી રહ્યા છે. શોધમાં મળ્યું છે કે અર્જુનની છાલથી તૈયાર કરેલ કેપ્સૂલના ઉપયોગથી ચરબી ઓછી કરવામાં મદદ મળે છે.
ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે : અર્જુનની છાલમાં પ્રાકૃતિક ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમને ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરી શકે છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર અર્જુનની છાલનો ઉકાળો લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.