મિત્રો જો શરીરને સ્વચ્છ રાખવું હોય તો જરૂરી છે કે તમે પોષણયુક્ત આહાર નું સેવન કરો. પરંતુ આજના સમયમાં જે રીતે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે તેવામાં અશક્ય છે કે દિવસ દરમિયાન માત્ર પોષણયુક્ત આહાર જ લેવામાં આવે.
મોટાભાગના લોકોના રોજના ખોરાકમાં કેટલીક એવી વસ્તુઓનું સેવન થતું જ હોય છે કે જે શરીરને નુકસાન કરે. આ જ કારણ છે કે આહારના કારણે શરીરમાં કેટલીક સમસ્યાઓ થતી જ રહે છે.
ખાસ કરીને જે લોકોનું શરીર ગરમ પ્રકૃતિનું હોય એટલે કે જેમને વારંવાર એસીડીટી થઈ જતી હોય પિત્ત પ્રકૃતિ હોય અથવા તો શરીરની ગરમીનું પ્રમાણ વધારે રહેતું હોય તેમને ખૂબ જ તકલીફ પડે છે.
આવા લોકો માટે ઉનાળાનો સમય અથવા તો વધારે ગરમી પડે તેવો સમય ખૂબ જ પીડાદાયક હોય છે કારણ કે તે સમયે તેમને ઘણી સમસ્યાઓ થાય છે. જો તમારા શરીરમાં પણ પિત્ત સંબંધિત સમસ્યા કે વિકાર રહેતા હોય તો તમારે ગુલકંદનો ઉપાય કરવો જોઈએ.
ગુલકંદ એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે શરીરની ગરમીને શાંત કરે છે અને શરીરને અંદરથી ઠંડુ કરે છે જેના કારણે કેટલીક સમસ્યાઓ તો તુરંત જ દવા વિના મટી જાય છે.
ગુલકંદનું સેવન દૂધ સાથે કરવાથી તેના ગુણધર્મો વધી જાય છે. તેના કારણે શરીરને વિટામિન અને મિનરલ્સ મળે છે. શરીરની ગરમીથી રાહત મેળવવી હોય તો દૂધ અને ગુલકંદ સૌથી બેસ્ટ છે.
શરીરની ગરમીથી મુક્ત થવા માટે તમે આ બંને વસ્તુનું મિશ્રણ નિયમિત રીતે લેવાનું રાખશો તો તમને થોડા જ દિવસમાં ફાયદો જણાશે. ગુલકંદ ગુલાબના ફૂલ અને સાકર માંથી તૈયાર કરવામાં આવે છે અને તેને દૂધ સાથે લેવાથી તેના લાભ બમણા થઈ જાય છે.
આયુર્વેદમાં પણ દૂધ અને ગુલકંદના મિશ્રણને અતિ ઉત્તમ ગણવામાં આવ્યું છે. જ્યારે પણ શરીરમાં પિત્ત વધી જાય અને એસિડિટી થઈ જાય ત્યારે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગુલકંદ ઉમેરીને ભી લેવાથી એસિડિટીથી 10 જ મિનિટમાં મુક્તિ મળી જાય છે.
દૂધમાં ગુલકંદ મિક્સ કરીને પીવાથી પેટની તમામ પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે તેના કારણે આંતરડામાં એકત્ર થયેલા બેક્ટેરિયા નો નાશ થાય છે. તે આંતરડાને મજબૂત કરે છે અને કાર્યશીલ બનાવે છે. એક ગ્લાસ દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવાથી શરીરની એનર્જી પણ વધી જાય છે.
આયુર્વેદ અનુસાર આંખ માટે પણ ગુલકંદ વાળું દૂધ પીવું ફાયદાકારક છે કારણ કે તેનાથી આંખને ઠંડક મળે છે અને આંખની રોશની વધે છે. જે લોકોને કાયમી કબજિયાત રહેતી હોય તેમણે પણ દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવું જોઈએ તેનાથી પાચનશક્તિ મજબૂત થાય છે અને કબજિયાત દૂર થાય છે.
પેટની ગરમી ના કારણે ઘણા લોકોને મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય છે આ ચાંદા ખૂબ જ પીડાદાઈ હોય છે. આવી સ્થિતિમાં અલ્સર ની સમસ્યાને મટાડવી હોય તો દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવાનું રાખો. તેનાથી અલસરની સમસ્યા ધીરેધીરે કાયમ માટે મટી જશે.
મગજની ક્ષમતા વધારવા માટે પણ દૂધ અને ગુલકંદ અતિ ઉપયોગી છે. જે લોકોની યાદશક્તિ નબળી પડી હોય અને કંઈ યાદ રહેતું ન હોય તેમણે દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવું જોઈએ તેનાથી યાદશક્તિ વધે છે. ગુલકંદની પ્રકૃતિ ઠંડી હોવાથી તે મગજને પણ શાંત રાખે છે.
જે લોકોને રાત્રે કલાકો સુધી પડ્યા રહેવા છતાં ઊંઘ આવતી ન હોય તે લોકોએ સારી ઊંઘ કરવા માટે રાત્રે હુંફાળા ગરમ દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવું જોઈએ. ઠંડકના કારણે મગજના જ્ઞાન તંતુઓને આરામ મળે છે અને ઊંઘ ઝડપથી અને ગાંઠ આવે છે.
ગુલકંદનું સેવન કરવું ત્વચા માટે પણ ખૂબ જ લાભકારી છે ત્વચા પર ખીલ થયા હોય કે તડકાના કારણે ડાઘ પડી ગયા હોય ગુલકંદ વાળું દૂધ પીશો એટલે ચહેરાની ત્વચા એકદમ ખીલી જશે.