આયુર્વેદ દુનિયા

ગેસ, એસીડીટી અને કબજિયાત, આ ત્રણ સૌથી મોટી સમસ્યાનો અંત છે આ ઉપાય, અજમાવો અને જાતે અનુભવો લાભ.

મિત્રો જ્યારે પેટમાં સમસ્યા થાય છે અને ગેસ થઈ જાય પછી તે ગેસ બહાર નીકળે નહીં તો પેટમાં દુખાવો, અપચો, કબજિયાત જેવી સમસ્યા થાય છે. આ સાથે જ પેટમાં દુખાવો, બળતરા પણ થાય છે.

પેટમાં ગેસ બને અને નીકળે નહીં તો ચેન પડતું નથી. આ સ્થિતિ જ્યારે પણ સર્જાય ત્યારે તમે આ ઉપાય કરીને પેટના ગેસથી ફટાફટ મુક્તિ મેળવી શકો છો. ભોજન કર્યા પછી જ્યારે તેનું પાચન શરુ થાય છે ત્યારે પેટમાં ગેસ બને છે.

આ ગેસ જ્યારે શરીરમાંથી નીકળી ન શકે ત્યારે પેટ ભારે લાગે છે અને પેટમાં મરોડ પણ આવે રાખે છે. ઘણા લોકોને આ તકલીફ રાત્રે વધારે થાય છે. રાત્રે ભોજન કર્યા બાદ થોડીવારમાં પેટમાં ભારેપણું લાગે છે.

તેવામાં પેટ પણ ફુલી જાય છે. જ્યારે પણ ગેસની સમસ્યા થાય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે સૌથી પહેલા હિંગ લેવી, હિંગની પ્રકૃતિ ગરમ હોય છે તેથી તે પેટ દર્દને તુરંત દુર કરે છે.

ગેસથી મુક્તિ મેળવવા માટે સૌથી પહેલા ઘીને ગરમ કરી તેમાં હીંગ તળી લેવી. તળી લીધા બાદ તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરી અને બરાબર હલાવો. બરાબર મિક્સ કરવાથી તે ગેસ માટે એક અકસીર ઈલાજ બની જશે. તેને ભોજન પછી ખાઈ લેવાની છે.

કબજિયાતની સમસ્યા જેને કાયમી હોય તેમણે એક ગ્લાસ પાણી ગરમ કરી અને તેમાં અડધી ચમચી એરંડીયું ઉમેરી તેનું સેવન રાત્રે સુતા પહેલા કરી લેવું.

આ ઉપાય એવા લોકો સવારે પણ કરી શકે છે જે સવારે વહેલા જાગી જતા હોય. સવારે વહેલા જાગી જતા હોય તેઓ સવારે ખાલી પેટ આ પાણી પી શકે છે. તેનાથી પેટ બરાબર સાફ આવે છે.

એસિડીટી – એસિટીડીની સમસ્યા દુર કરવા માટે દૂધ અને સાકર શ્રેષ્ઠ ઉપાય છે. દૂધમાં ક્ષાર તેમજ કેલ્શિયમ જેવા તત્વ હોય છે.

તેને દૂધમાં ઓગાળીને પીવાથી એસીડીટી મટી જાય છે. જે લોકોને ખાટા ઓડકાર આવતા હોય છે તેમણે પણ આ દૂધ પીવું જોઈએ તેનાથી તુરંત રાહત થાય છે.

આ ઉપાય કરવાથી તો તુરંત લાભ થાય છે પરંતુ આ ઉપાય કરવાની સાથે ખોરાકનું સંતુલન જાળવવું. આહારમાં વધારે ભારે ખોરાક, તીખું, તળેલું, પનીર જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જેથી પાચન સંબંધિત સમસ્યા થાય નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *