આ 4 વસ્તુ છે શરીરની સૌથી મોટી શત્રુ, સમયસર નહીં ચેતો તો શરીર થઈ જશે ખોખલુ.

મિત્રો દિવસ દરમિયાન આપણે આહારમાં અનેક વસ્તુઓનું સેવન કરીએ છીએ. આહાર આપણો એવો હોવો જોઈએ કે જે શરીરને ફાયદો કરે. પરંતુ જાણીએ આપણે કેટલીક વસ્તુઓ એવી ખાઈ લેતા હોય છે જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્યની સૌથી મોટી સમસ્યા બની જાય છે. આપણા શરીરની સૌથી મોટી શત્રુ કહી શકાય તેવી વસ્તુઓ દિવસ દરમિયાન આપણે ભોજન તરીકે ગ્રહણ કરી લેતા હોઈએ છીએ જે શરીરમાં જઈને ખૂબ જ નુકસાન કરે છે.

આ વસ્તુઓ એવી હોય છે જે સ્વાદમાં તો ખૂબ જ સારી હોય છે અને તેથી જ આપણે તેને પેટ ભરીને ખાતા હોય છે પરંતુ તેની આડઅસરો ખૂબ જ ખરાબ હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સૌથી પહેલી ખરાબ વસ્તુ છે મીઠું. મીઠા વિનાનું ભોજન શક્ય નથી પરંતુ જરૂરી છે કે મીઠું પ્રમાણસર લેવામાં આવે. મીઠા ને રાસાયણિક ભાષામાં સોડિયમ ક્લોરાઇડ કહે છે અને મીઠું સૌથી ખતરનાક શત્રુ પણ છે.

જો વધારે પ્રમાણમાં મીઠું લેવાની કે ભોજનમાં ઉપરથી મીઠું ખાવાની આદત હોય તો ધીરે ધીરે શરીરના સાંધા પોલા થઈ જાય છે. વધારે મીઠું લેવાના કારણે શરીરની નસોમાં અવરોધ ઊભો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય ચામડીના રોગ પણ થવા લાગે છે. મીઠું વધારે ખાવાથી બ્લડ પ્રેશર ની તકલીફ પણ થઈ શકે છે. રસોઈની સ્વાદિષ્ટ બનાવતું મીઠું શરીર માટે ઝેર સમાન સાબિત થઈ શકે છે. તેથી શરીરને સ્વસ્થ રાખવું હોય તો સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આ મીઠું કુદરતી રીતે બનતું હોવાથી નુકસાન નથી કરતું.

સિંધુ મીઠું પર્વતોમાંથી નીકળે છે અને આ મીઠું ઔષધીય સમાન પણ છે. સામાન્ય મીઠા ને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી શરીરને લાભ પણ થાય છે. મીઠાના પાંચ પ્રકાર હોય છે અને તેમાં સૌથી શ્રેષ્ઠ સિંધાલૂણ હોય છે તેનો ઉપયોગ ઉપવાસમાં પણ કરી શકાય છે.

શરીર માટે શત્રુ કહી શકાય તેવી બીજી વસ્તુઓ છે મેંદાથી બનેલા બિસ્કીટ, બ્રેડ, ટોસ્ટ જેવા ખોરાક. આ વસ્તુઓ પૌષ્ટિક માની અને લોકો ખાતા હોય છે પરંતુ તે શરીરને ખૂબ જ નુકસાન કરે છે ઘણા લોકો સવારે નાસ્તા તરીકે બ્રેડનો ઉપયોગ કરે છે પરંતુ સવારે બ્રેડનો કરેલો નાસ્તો શરીરને ખૂબ જ નુકસાન કરે છે.

આ બધી વસ્તુઓ મેંદામાંથી બનેલી હોય છે અને મેંદો બનાવવા માટે હાઈડ્રોજન પેરોક્સાઈડ નો ઉપયોગ થાય છે. તેનાથી મેંદો ચીકણો અને મુલાયમ બને છે સાથે જ તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી કબજિયાત વજન વધવું એસિડિટી વગેરે બીમારી પણ થાય છે. મેંદા થી બનેલી વસ્તુઓ જેમ કે બર્ગર નુડલ્સ તેને ખાવાથી પણ આંતરડા પર ખરાબ અસર પડે છે.

ખાસ કરીને બાળકોએ તેનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ બનાવતી વખતે જે પ્રક્રિયા કરવામાં આવે છે તેના કારણે પોષક તત્વોનો નાશ થઈ જાય છે અને તેનું પાચન પણ બરાબર થતું નથી. મેંદો ખાવાથી કફ પણ થાય છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થાય છે.

ત્રીજી દુશ્મન વસ્તુ છે ચા. ચા પીધા વિના કોઈની સવાર પડતી નથી પરંતુ ચાનું સેવન કરવાથી હાડકા નબળા પડી જાય છે સાથે જ કબજિયાત એસિડિટી વજન વધવું જેવા રોગ પણ થાય છે.

ચા ની અંદર ખાંડનું પ્રમાણ પણ વધારે હોય છે અને ખાંડ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા બનેલી હોય છે તેથી તે શરીરને નુકસાન કરે છે. મીઠા ની જેમ ખાંડનું સેવન કરવાથી પણ શરીરને નુકસાન થાય છે.

ખાંડને બદલે મીઠાશ માટે મધ કે ગોળ નો ઉપયોગ કરવો જોઈએ. ખાંડ હાડકાને નબળા પાડે છે અને એસીડીટી પણ કરે છે. વધારે પ્રમાણમાં ખાંડ ખાવાથી અસર પણ થઈ શકે છે અને શરીરમાં નબળાઈ પણ આવે છે.

ખાંડનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી ડાયાબિટીસની તકલીફ પણ થઈ જાય છે. તેથી ખાંડનું સેવન પણ બંધ કરવું જોઈએ અને તેને બદલે જરૂર હોય ત્યાં ગોળનો ઉપયોગ કરવો જોઈએ.

જોકે ફક્ત ખાંડ જ નહીં પરંતુ ચા પણ શરીર માટે નુકસાનકારક છે ચામાં કેફીન અને ટેનીન તત્વ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે. તેનાથી એવું લાગે છે કે તમને તાજગી મળે છે પરંતુ ધીરે ધીરે તે શરીરની ભૂખ ઘટાડી નાખે છે.

તેથી જો સ્વસ્થ રહેવું હોય તો ચા કે કોફીને બદલે ફળનું જ્યુસ કે લીંબુ પાણી પીવાનું રાખવું જોઈએ અને સૌથી ઉત્તમ રહે જો તમે નાળિયેર પાણી પીવાનું રાખો તેનાથી શરીરને તાજગી મળે છે અને એન્ટિઓક્સિડન્ટ તત્વો પણ મળે છે તેના કારણે શરીર હંમેશા સ્વસ્થ રહે છે.

Leave a Comment