હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. દેશમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં તુલસીનો છોડ નહીં હોય. તુલસીનો છોડ જેટલો પવિત્ર છે એટલો જ ગુણકારી પણ છે.
તુલસીના ઘણા પ્રકાર હોય છે જેમ કે શ્યામ તુલસી, રામ તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, લીંબુ તુલસી. તુલસીના આ પાંચ પ્રકારના અલગ અલગ ફાયદા હોય છે.
ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી રીતે કરવામાં આવે છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે પાચન સંબંધી સમસ્યાઓ, પેટમાં બળતરા અને એસિડિટી પ્રકારની સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે.
તુલસી શરીરના પીએચ સ્તરને જાળવી રાખવામાં પણ ખૂબ અસરકારક છે. આજે અમે તમારી માટે લાવ્યા છે તુલસીના સેવન કરવાથી થતાં ફાયદા. ખાસ વાત તુલસીના દરરોજ 5 પાન સવારે ખાવાથી અઢળક ફાયદા થાય છે.
તુલસી એક એંટીઓક્સિડેન્ટ છે. તુલસીના અર્કના અમુક ટીપાં પાણીમાં ઉમેરી પીવાથી ઇમ્યુનિટી વધે છે. તુલસીના અર્કને 1 લિટર પાણીમાં ઉમેરો અને તેને થોડીવાર પછી પીવો.
એંટી ફ્લૂનું કામ કરે છે તુલસી. તુલસીએ તાવ, ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, શરદી, ઉધરસ, કફ, પ્લેગ, મલેરિયા જેવી ઘણી બીમારીને માત આપી શકાય છે.
તમને જણાવી દઈએ કે તુલસી એંટી-બાયોટિકનું પણ કામ કરે છે. દરરોજ તેનું સેવન કરશો તો શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.
તુલસીમાં એંટી-ઇનલેમેન્ટ્રીના તત્વો ખૂબ સારા પ્રમાણમાં હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બ્લડ સેલ્સનો વધારો પણ થાય છે.
જાણકારો મુજબ ગર્ભવતી મહિલાઓમાં ઊલટી જેવી તકલીફ થાય છે. એવામાં તુલસી ખૂબ લાભદાયી સામેલ થાય છે.
મધ સાથે તુલસીનું સેવન કરવાથી શરદી-ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત મળે છે.
મોઢામાંથી આવતી વાસ થી પણ તુલસી છુટકારો અપાવે છે. આ સાથે દાંતના દુખાવા અને પેઢામાં નીકળતા લોહીની સમસ્યામાં પણ કારગર સાબિત થાય છે.
તમને જણાવી દઈએ કે તુલસીને શરીર પર ઘસવાથી મચ્છરથી પણ બચી શકાય છે.
કોઈપણ ઘાવ પે તુલસીના ટીપાં નાખવાથી કે લગાવવાથી સંક્રમણથી બચી શકાય છે.
કાનમાં થતાં દુખાવામાં પણ તુલસીના ટીપાંને હૂંફાળા કરીને કાનમાં નાખવાથી દુખાવો ઓછો થાય છે.