આ વસ્તુનો આ રીતે ઉપયોગ કરશો તો બરફ ઓગળે એમ ઓગળી જશે ચરબી.

મિત્રો આજના સમયમાં નાના બાળકોથી લઈને મોટા સુધીના લોકોમાં મેદસ્વિતા ખૂબ જ ભયંકર રીતે વધતી સમસ્યા બનતી જાય છે. જ્યારે શરીરમાં મેદ એટલે કે ચરબી વધી જાય છે તો શરીરનો આકાર તો ખરાબ થાય જ છે પરંતુ સાથે જ શરીરમાં બીમારીઓ પણ વધવા લાગે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વધારે વજન ના કારણે જાહેરમાં શરમનો ભોગ પણ બનવું પડે છે. ત્યારે આજે તમને એક એવો દેશી અને સરળ ઈલાજ જણાવીએ જેને કરવાથી ફ્રીજની બહાર બરફ ઓગળે એવી રીતે તમારા શરીરની વધેલી ચરબી ઓગળવા લાગશે.

ચરબી ને ફટાફટ દૂર કરતી વસ્તુ છે અળસીના બીજ. અળસીના બીજ નું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે. ઘણા લોકો એવા હોય છે જેમને દિવસ દરમિયાન કલાકો સુધી સતત એક જગ્યાએ બેસીને કામ કરવાનું હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં વજન ઝડપથી વધવા લાગે છે. શરીરનું વજન વધે એટલે હૃદયની બીમારી પણ થઈ શકે છે અને ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય સાંધાના દુખાવા શ્વાસ ચડવું જેવી સમસ્યાઓ તો થતી જ રહે છે.

વજન વધી જાય તો દૈનિક કાર્યો કરવામાં પણ તકલીફ પડે છે. તેથી જરૂરી છે કે શરીરનું વજન વધારે ન હોય. આવી સ્થિતિમાં આજે તમને અળસીનો એક ઉપાય જણાવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અરસી વજન ઘટાડવામાં મદદ કરે છે કારણ કે તે ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર પ્રોટીન મિનરલ થી ભરપૂર હોય છે. વધતા વજનને ઘટાડવા માટે તે ખૂબ જ અસરકારક છે. તેનાથી શરીરના સોજા પણ ઉતરે છે. સાથે જ વધેલી ચરબી પણ ઉતરવા લાગે છે.

અળસીનો ઉપયોગ તમે મુખવાસ તરીકે પણ કરી શકો છો. પરંતુ જો તમે તેનો ઉકાળો બનાવીને તેનું સેવન કરો છો તો તે ઝડપથી અસર કરે છે અને વજન ઝડપથી કંટ્રોલમાં આવે છે.

અળસીનો ઉકાળો બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અળસીના બીજનો પાઉડર એક ચમચી લીંબુનો રસ અને થોડો ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી તેને ઉકાળો. આ ઉકાળો પાંચ મિનિટ ઊકળે પછી ગેસ બંધ કરીને તેને ગાડી લેવું. તે હુંફાળું ગરમ હોય ત્યારે જ તેને પી જવું.

આ ઉકાળાનું સેવન નિયમિત રીતે કરશો એટલે તમારી શરીરની ચરબી ફટાફટ ઉતરવા લાગશે. આ ઉપાય કરવાનો સૌથી મોટો ફાયદો એ પણ છે કે તેને કરવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી.

અળસીનો ઉકાળો પીવાની શરૂઆત કરો તેની સાથે ખોરાકમાં પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જેમકે ફાસ્ટ ફૂડ કે તળેલી વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત આહારમાં પૌષ્ટિક વસ્તુઓ લેવાનું રાખવું જોઈએ.

Leave a Comment